
રિટેલ બજારમાં પણ સોનું અને ચાંદી જોરદાર પછડાયા છે. જાણો આજનો લેટેસ્ટ રેટ.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJAના લેટેસ્ટ રેટ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 3000 રૂપિયા તૂટીને 158159 રૂપિયા પર પહોંચ્યું છે જે કાલે 151159 પર બંધ થયું હતું. જ્યારે એક કિલોગ્રામ ચાંદીમાં 19693 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ આજે 267500 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 287193 પર બંધ થયો હતો.
અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા જાહેર થયેલા આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે ખુલતા ભાવ અને બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરવામાં આવતા નથી.
કેરેટ પ્રમાણે ભાવ
આટલો મોટો ઘટાડો કેમ?
કોમોડિટી બજાર પર સૌથી વધુ અસર ગ્લોબલ સંકેતોની પડે છે. 15મી મેના રોજ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું. ગ્લોબલ ગોલ્ડ પ્રાઈસ લગભગ 4615 ડોલર પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થતી જોવા મળી. જેવી વિદેશી બજારમાં નબળાઈ આવી કે તેની સીધી અસર ભારતીય બજાર MCX માં પણ જોવા મળી.
તેની પાછળનો એક મોટું કારણ ડોલર અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં રિકવરી મનાઈ રહી છે. જ્યારે પણ ડોલર મજબૂત થાય છે અને અમેરિકી બોન્ડ યીલ્ડ વધે છે ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ એટલે કે ગોલ્ડમાંથી પૈસા કાઢીને બીજા એસેટ ક્લાસમાં લગાવે છે. જેને માર્કેટની ભાષામાં રિસ્ક-ઓન સેન્ટિમેન્ટ કહેવામાં આવે છે.
સરળ ભાષામાં સમજીએ તો જ્યારે રોકાણકારોનું એવું લાગે કે ઈક્વિટી કે બીજા રોકાણ વિકલ્પ સારું રિટર્ન આપી શકે છે ત્યારે તેઓ ગોલ્ડ જેવા સેફ હેવનથી અંતર જાળવવા લાગે છે. આ જ કારણે 15મી મેના રોજ ભારે વેચાવલી જોવા મળી.
પ્રોફિટ ટિકિંગે પણ દબાણ વધાર્યું
કોમોડિટી એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ 13 અને 14મી મેના રોજ આવેલી તેજી બાદ અનેક ટ્રેડર્સે પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધુ. માર્કેટમાં તેને પ્રોફિટ ટેકિંગ કહે છે. જ્યારે કોઈ એસેટમાં વધુ તેજી આવે ત્યારે અનેક શોર્ટ ટર્મ ટ્રેડર્સ પોતાના નફાને સુરક્ષિત કરવા માટે વેચવાલી શરૂ કરી દે છે. ગોલ્ડ અને સિલ્વરમાં આ સ્થિતિ જોવા મળી. બે દિવસની મજબૂત તેજી બાદ ટ્રેડર્સે મોટા પ્રમાણમાં સેલિંગ કર્યું. જેનાથી ભાવમાં અચાનક દબાણ વધ્યું.
ચાંદી કેમ ધડાધડ તૂટી
આ વખતે ચાંદીમાં સોના કરતા વધુ કડાકો જોવા મળ્યો. વાયદા બજારમાં કોન્ટ્રાક્ટ ચાંદી સવારે લગભગ 293480 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ જોવા મળી હતી. જ્યારે છેલ્લા રેટ જોઈએ તો ચાંદી બપોરે 12 વાગ્યાની આસપાસ 274600 આસપાસ જોવા મળી છે. એટલે કે ચાંદી આજે લગભગ 18000 રૂપિયા જેટલી તૂટી છે. સોનાની વાત કરીએ તો MCX પર સોનું હાલ 1.70 ટકા તૂટીને 159227 પર પહોંચ્યું છે.
સિલ્વરમાં નબળાઈનું એક કારણ ઈન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ સંબંધિત ચિંતા પણ ગણવામાં આવી રહી છે. ચાંદી ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તેનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીમાં પણ મોટા પાયે થાય છે. જો ગ્લોબલ ગ્રોથ અંગે ચિંતા વધે કે કોમોડિટી ડિમાન્ડ નબળી થતી જોવા મળે તો સિલ્વર પર વધુ દબાણ આવે છે.
આ ઉપરાંત બજારમાં સપ્લાય સંબંધિત આશંકાઓ અને ઈમ્પોર્ટ ડ્યૂટી અંગે ચર્ચાઓએ પણ રોકાણકારોની સેન્ટીમેન્ટને નબળી કરવાનું કામ કર્યું.