આર્થિક મંદી પર દુનિયાના 4 અર્થશાસ્ત્રીઓની આ ભવિષ્યવાણીઓ અવગણશે, તો ભારત મોટા ખાડામાં પડશે!

Spread the love
દુનિયા હવે મોટા સંકટ તરફ આગળ વધી રહી છે. આ સંકટ એક-બે દેશોને નહિ, પંરતું આખી દુનિયાને અંધારામાં ડુબાડશે. એટલો ખરાબ સમય આવી રહ્યો છે કે, દુનિયા આર્થિક મંદી તરફ ધકેલાઈ રહી છે. આખું વિશ્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ત્યારે વિશ્વના ચાર મોટા અર્થશાસ્ત્રીઓની ભવિષ્યવાણીને જરા પણ અવગણવા જેવી નથી.

તેમની આગાહી ખતરાની ચેતવણી સમાન છે. કોણ છે આ અર્થશાસ્ત્રીઓ, અને તેઓએ શું આગાહી કરી છે તેના પર એક નજર કરીએ.

 

ગેરી શિલિગ (Gary Shilling), મેરિલ લિચ (Merrill Lynch) ની આગાહી

1969-70 ના કાળમાં આવેલા આર્થિક સંકટની સચોટ આગાહી કરનાર ગેરી શિલિંગે ફરી એકવાર દુનિયાને ચેતવ્યા છે. તેઓએ બિઝનેસ ઈનસાઈડર સાથેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, વર્ષ 2026 ના અંત સુધીમાં અમેરિકામાં મોટી મંદી આવવું નિશ્ચિત છે. માર્કેટ અસ્થિર બન્યું છે. હાલની સ્થિતિએ ખરીદારો અને વેચાણકારો બંને સુસ્ત બની ગયા છે. કોર્પોરેટ મૂડીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શેર બજારની વેલ્યૂ વધુ પડતી વધી ગઈ છે.

 

લિયોન કુપરમેન, અબજોપતિ રોકાણકાર

લિયોને કુપરમેનની આગાહી પણ ગેરી શિલિગ જેવી જ છે. તેઓએ કહ્યું કે, માર્કેટ ખૂબ ઉંચા મૂલ્યાંકન પર ટ્રેડ થઈ રહ્યું છે. એકસાથે અનેક મોટા સંકટ એક થઈ ગયા છે.

 

મેકકિન્સેનું તારણ

મેકિન્સેનો વૈશ્વિક સર્વેનો રિપોર્ટ પણ આઘાતજનક છે. તેમના લગભગ 70 ટકા બિઝનેસ વ્યવાયિકોએ મંદીને વિવિધ સ્વરૂપ આપ્યા છે. જેમાં માંગ સંબંધિત મંદી પર વધુ ભાર આપ્યો છે. એટલે કે, માર્કેટમાં વધતી અનિશ્ચિતતા ગ્રાહકોના વિશ્વાસને ઘટાડી રહી છે. મંદીની શરૂઆત માટે આ એક મોટું કારણ છે.

 

સેથ કાર્પેન્ટર, ચીફ મોર્ગન સ્ટેનલી

તેમણએ પણ વિશ્વના આર્થિક સંકટ વિશે પહેલા જ આગાહી કરી દીધી છે. તેમનું કહેવુ છે કે, જો અમેરિકા જુના ટેરિફ પર પાછું ફરે તો પણ તે મંદીમાં ધકેલાઈ જશે. માત્ર અમેરિકા જ નહિ, અનેક દેશો મંદીમા ધકેલાઈ રહ્યાં છે.

 

મદન સબનવીસ, ચીફ ઈકોનોમિસ્ટ, બેંક ઓફ બરોડા

આ લિસ્ટમાં મદન સબનવીસની ચેતવણીને પણ અવગણી ન શકાય. તેઓએ પણ કહ્યું કે, ભારતમાં પણ તીવ્ર અસ્થિરતા જોવા મળશે. જો અમેરિકા, અને યુપોના દેશો પણ આર્થિક મંદીનો સામનો કરે, તો તેની અસર ભારતમાં પણ જોવા મળશે જ. કારણ કે, હાલ રોકાણકારો રોકાણ ટાળી રહ્યા છે, તો જ્યાં રોકાણ કરેલું તેમાંથી મૂડી પાછી ખેંચી રહ્યાં છે. આ કારણે રૂપિયો વધુ નબળો બની રહ્યો છે. શેર બજારમાં મોટાપાયે ઉથલપાથલ થઈ રહી છે. કાચો માલ જ એટલો મોંઘો છે કે, ફાઈનલ પ્રોડક્ટ બનાવવી મોંઘી બની ગઈ છે.

 

આ મંદીની ભારત પર શું અસર પડશે

આમ, હાલ ભલભલા અર્થશાસ્ત્રીઓ, જેપી મોર્ગન જેવી સંસ્થા તથા IMF પણ વૈશ્વિક મંદી તરફ ઈશારો કરી રહ્યું છે. આર્થિક મંદીથી ભારતનું અર્થતંત્ર ખોરવાઈ જશે. ભારત સીધી રીતે વૈશ્વિક મંદીનો ભોગ નહિ બને. પરંતું તેની અસર સો ટકા થશે. બેરોજગારી, ઉત્પાદન, વગેરે પર અસર જોવા મળશે. અનેક ઉદ્યોગો પર અસર થશે. તો કેટલાક ઉદ્યોગો પડી ભાંગશે. આઈટી ક્ષેત્રને સૌથી વધુ અસર થશે. તો ઉત્પાદન ઈન્ડસ્ટ્રીઝવાળા વધુ ભાર અનુભવશે. જો આવામાં ભારત પોતાની નીતિ, સરકારી સિસ્ટમ, માળખાગત ઢાંચાને યોગ્ય બનાવે તો વૈશ્વિક મંદીની અસરને થોડી ઘટાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *