બોટાદમાં કેમિકલથી કેરી પકવવાનો વીડિયો વાયરલ, લોકોના આરોગ્ય સાથે સરાજાહેર ચેડા થતા તંત્ર સામે ઉઠ્યા સવાલો

Spread the love

ઉનાળાની સીઝન જામતા જ બજારોમાં ફળોના રાજા ગણાતી કેરીની ધૂમ આવક શરૂ થઈ ગઈ છે, પરંતુ તેની સાથે જ નફાખોરી માટે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. હાલમાં બોટાદ શહેરમાંથી એક એવો જ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કેરીના રસિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ વીડિયોએ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક આકરા સવાલો ઊભા કરી દીધા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં બોટાદ શહેરની એક જાણીતી કેરીની દુકાનનો નજારો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દુકાનદાર કેરીઓને ઝડપથી પકવવા માટે કોઈ અજાણ્યા કેમિકલનો ઉપયોગ કરી રહ્યો છે. તે એક બ્લૂ કલરના સ્પ્રે વડે ખુલ્લેઆમ કેરીઓ પર પ્રતિબંધિત કેમિકલનો છંટકાવ કરતો કેમેરામાં કેદ થયો છે. કુદરતી રીતે પાકતી કેરીના બદલે આ પ્રકારે ઝેરી કેમિકલ યુક્ત સ્પ્રે મારીને તૈયાર કરાતી કેરીઓ માનવ શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. વાયરલ વીડિયો અંગે TV 13 કોઈ પુષ્ટિ કરતું નથીઆ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલી ગંભીર બેદરકારી અને લોકોના સ્વાસ્થ્ય સાથે સરાજાહેર રમત રમાતી હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર કેમ મૌન સાધીને બેઠું છે?

આરોગ્ય વિભાગ આવા તત્વો સામે ક્યારે કડક લાલ આંખ કરશે અને ક્યારે જાગશે તેવા વેધક સવાલો અત્યારે સોશિયલ મીડિયા પર ગૂંજી રહ્યા છે. જો કે, આ વાયરલ વીડિયો ક્યારનો છે અને કઈ ચોક્કસ દુકાનનો છે, પરંતુ આ ઘટનાએ સિઝનલ ફળો ખરીદતા ગ્રાહકોને સાવચેત કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *