ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર: રાજ્ય સરકારે 34 જિલ્લા માટે રુ. 1,428 કરોડની ગ્રાન્ટ ફાળવી, હવે સમયસર થઈ જશે મે મહિનાનો પગાર

Spread the love
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ આવતા કર્મચારીઓના મેં મહિનાના પગાર અને મોંઘવારી ભથ્થાની ચૂંકવણી કરવા માટે કુલ 1,428, 90 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પ્રાથમિક શિક્ષકોને પગાર ચૂકવણી કરવામાં આવશે. દરેક જિલ્લાઓમાં નાના બાળકોને ભણાવતા શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મે 2026નો પગાર અને મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

34 જિલ્લાઓને ગ્રાન્ટની ફાળવણી

 

રાજ્ય સરકારે 34 જિલ્લાઓમાં ગ્રાન્ટની ફાળવણી કરી છે, જેમાં બોટાદને રુ 13.26 કરોડ, મહીસાગર જિલ્લાને રુ 49.95 કરોડ, ગીર સોમનાથ જિલ્લાને રુ. 31.80 કરોડ, અમદાવાદ જિલ્લાને રુ. 51.87 કરોડ, અમરેલીને 33.02 કરોડ રુપિયા બીજા બાકીના જીલ્લાઓને ગ્રાન્ટની ફાળવણી કરી છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાને રુ. 121.63 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર શહેરને અલગથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

 

શિક્ષકોને પગાર ચૂકવવામાં આવશે

 

સંબંધિત કચેરી કે જિલ્લા પંચાયતો દ્વારા પગાર ચૂકવવામાં આવશે. આ પગાર શિક્ષકોના ખાતામાં જમા કરાવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મીઓનો પગાર સમયસર મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આ ગ્રાન્ટનો ઉપયોગ શિક્ષકનો પગાર અને મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવા માટે જ કરવાનો રહેશે.

 

બીજા જિલ્લાઓની વાત કરીએ તો, પોરબંદરને રુ. 12.20 કરોડ, પાટણ રુ. 48.25 કરોડ, રાજકોટને રુ. 42.82, સુરતને 39.30 કરોડ, સુરેન્દ્રનગરને 47 કરોડ રુપિયા ઉપરાંત, વડોદરાને રુ. 42.50 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.

 

ક્રમ જિલ્લો ફાળવેલી ગ્રાન્ટ (₹ કરોડમાં)

1 બનાસકાંઠા ₹121.63 (સૌથી વધુ)

2 દાહોદ ₹85.52

3 પંચમહાલ ₹69.76

4 ખેડા ₹69.66

5 મહેસાણા ₹65.61

6 સાબરકાંઠા ₹62.84

7 ગાંધીનગર (શહેર) ₹60.80

8 આણંદ ₹55.60

9 અરવલ્લી ₹52.83

10 અમદાવાદ ₹51.87

11 મહિસાગર ₹49.95

12 ભાવનગર ₹48.25

13 પાટણ ₹48.25

14 સુરેન્દ્રનગર ₹47.82

15 વલસાડ ₹47.82

16 કચ્છ ₹43.14

17 રાજકોટ ₹42.82

18 વડોદરા ₹42.50

19 સુરત ₹39.30

20 ગાંધીનગર ₹36.06

21 અમરેલી ₹33.02

22 જૂનાગઢ ₹32.70

23 નવસારી ₹32.22

24 ભરૂચ ₹31.95

25 ગીર સોમનાથ ₹31.80

26 તાપી ₹28.01

27 છોટાઉદેપુર ₹27.69

28 મોરબી ₹27.16

29 જામનગર ₹26.04

30 નર્મદા ₹16.99

31 દેવભૂમિ દ્વારકા ₹15.07

32 ડાંગ ₹13.48

33 બોટાદ ₹13.26

34 પોરબંદર ₹12.20 (સૌથી ઓછી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *