ઇંધણ બચાવવા Gujarat Government એક્શન મોડમાં
મિડલ ઇસ્ટમાં યુદ્ધની ભારત પર પડી મોટી અસર
PM મોદીના આહ્વાન બાદ એક્શનમાં સરકાર
વર્ક ફ્રોમ હોમ ચકાસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યા નિર્દેશ
ઓનલાઇન મિટિંગો યોજવા પણ CMનું સૂચન
જાહેર વાહન વ્યવહાર અને કાર પૂલિંગને પ્રોત્સાહન આપવા અપીલ
સરકારી કચેરીઓમાં ‘નો મોટર વ્હીકલ ડે’ મનાવવાની પણ અપીલ
AMC, સુરત કોર્પોરેશને કાર પુલિંગનો લીધો છે નિર્ણય
Gujarat Government Work From Home: મિડલ ઇસ્ટ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધની અસરો હવે ભારતીય અર્થતંત્ર પર દેખાવા લાગી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં વધારો થતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) એ દેશવાસીઓને ઇંધણ બચાવવા આહ્વાન કર્યું હતું, જેના પગલે ગુજરાત સરકાર (Gujarat Government) તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે.
મુખ્યમંત્રી અને રાજ્યપાલના કડક નિર્દેશો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) વહીવટી તંત્રને ઇંધણનો વપરાશ ઘટાડવા માટે મહત્વના નિર્દેશો આપ્યા છે. તેમણે સરકારી કચેરીઓમાં ‘વર્ક ફ્રોમ હોમ’ (Work From Home) ની શક્યતાઓ ચકાસવા અને બિનજરૂરી પ્રવાસો ટાળીને ઓનલાઇન મિટિંગો (Online Meetings) યોજવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, અધિકારીઓને વિદેશ પ્રવાસ ન કરવા અને કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ વર્ચ્યુઅલ (Virtual) માધ્યમથી જોડાવા આદેશ આપ્યા છે. જિલ્લા બહારની ફિઝિકલ મિટિંગો પર પણ હાલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હીકલ ડે’
બીજી તરફ, રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતે પણ ઇંધણ બચાવવા માટે તમામ કલેક્ટર (Collector), મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને પત્ર લખીને અપીલ કરી છે. તેમણે જાહેર વાહન વ્યવહાર અને કાર પૂલિંગ (Car Pooling) ને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હીકલ ડે’ (No Motor Vehicle Day) મનાવવા સૂચન કર્યું છે.
સ્થાનિક તંત્રના મહત્વના નિર્ણયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સુરત કોર્પોરેશન (Surat Corporation) દ્વારા અધિકારીઓ માટે કાર પૂલિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે મેટ્રો (Metro) ટ્રેનનો સમય પણ વધારીને રાત્રે 11 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે.
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
એક તરફ ઇંધણના ભાવ વધ્યા છે, તો બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું (Gold) તેના ઓલ ટાઈમ હાઈ લેવલથી અંદાજે 18,000 રૂપિયા સસ્તું થયું છે. 24 કેરેટ સોનાના ભાવમાં 3,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી (Silver) ના ભાવમાં 19,693 રૂપિયાનો જંગી ઘટાડો થતા હવે તે 2.68 લાખ રૂપિયા પર પહોંચી છે.
