મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તોફાની તત્વો સામે લાલ આંખ કરી (Suvendu Adhikari Strict Action)
તોડફોડથી થયેલા નુકસાનની વસૂલાત આરોપીઓ પાસેથી કરવામાં આવશે
પોલીસ પર હુમલો કરનારા તત્વોને બક્ષવામાં નહીં આવે તેવો આદેશ
ડાયમંડ હાર્બરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (Chief Minister) પદ સંભાળ્યા બાદ સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) એ તેમની પ્રથમ સત્તાવાર જિલ્લા મુલાકાત દરમિયાન તોફાની તત્વો અને પોલીસ વહીવટીતંત્રને અત્યંત કડક સંદેશ આપ્યો છે.
શનિવારે દક્ષિણ 24 પરગણાના ડાયમંડ હાર્બર (Diamond Harbour) ખાતે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) સિદ્ધિનાથ ગુપ્તા (Siddhinath Gupta) અને મુખ્ય સચિવ (Chief Secretary) મનોજ કુમાર અગ્રવાલની હાજરીમાં પોલીસ દળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
Suvendu Adhikari Strict Action: તોફાનીઓ પાસેથી વસૂલાત
મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં તોડફોડ કે હિંસા કરનારા તોફાનીઓને હવે બક્ષવામાં આવશે નહીં. તોડફોડથી થયેલા જાહેર મિલકતના નુકસાનની વસૂલાત સીધી રીતે આરોપીઓ પાસેથી જ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ પરના હુમલા કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
પોલીસની નિષ્ક્રિયતા સામે લાલ આંખ
આમડાંગા અને આસનસોલની તાજેતરની હિંસક ઘટનાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને ચેતવણી આપી હતી કે જો પોલીસ નિષ્ક્રિય રહેશે તો તેઓ પોતે પોલીસ સ્ટેશનથી કાર્યવાહીનું સંચાલન કરશે. તેમણે સખત શબ્દોમાં કહ્યું કે પોલીસને માર મારવામાં આવ્યો હોય તેવા સમાચાર ભવિષ્યમાં આવવા જોઈએ નહીં.
મહિલા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા
ભાજપ સરકારના ચૂંટણી વચનો મુજબ, દરેક સબડિવિઝનમાં મહિલા પોલીસ સ્ટેશન (Women Police Station) અને દરેક પોલીસ સ્ટેશનમાં હેલ્પ ડેસ્ક સ્થાપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, ગાયની તસ્કરી (Cattle Smuggling) પર સંપૂર્ણ પ્રતિબંધ, ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર (Loudspeaker Rules) ના નિયમોનું પાલન અને તમામ પોલીસ સ્ટેશનોના ડિજિટાઇઝેશન (Digitization) પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રીએ રાજકીય હિંસાના જૂના કેસો ફરીથી ખોલી ત્વરિત કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે.
