ગુજરાત રાજ્યની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આરોગ્ય સેવામાં આર્થિક ખર્ચની મોટી અસમાનતાઓ રિપોર્ટમાં જોવા મળી : કોંગ્રેસ પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયા

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયા અને ડો. હિરેન બેન્કર 

• કેન્દ્ર સરકારના “Household social consumption: Health” મુજબ ગુજરાત રાજ્યમાં હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેતા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો સરેરાશ ખર્ચ ૨૮૫૧૬ રૂપિયા જ્યારે શહેરી વિસ્તારના દર્દીઓનો ૫૩૭૪૭ રૂપિયા.
• ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના ૨૮.૨ ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે જ્યારે ૫૯.૫ ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે.
• ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારના ૨૩.૫ ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે જ્યારે ૬૯.૫ ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે.
• ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ૪૨.૫ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે જ્યારે ૫૧.૫ ટકા ખાનગી હોસ્પિટલમાં જન્મે છે.
• ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં ૩૨.૯ ટકા બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે જ્યારે ૬૩.૫ ટકા ખાનગી હોસ્પિટલમાં જન્મે છે.
• ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય સેવા ઉપર ગુજરાતી જનતાનો વિશ્વાસ ઘટ્યો છે, સુવિધાનો અભાવ અને ડોક્ટરોની ઘટ જેવા કારણો ના લીધે ગુજરાતની પ્રજા ખાનગી આરોગ્ય સેવા માટે મજબુર.

અમદાવાદ 

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ને આર્થિક અસમાનતા ની પોલ ખોલતો રિપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. “Household social consumption: Health” રિપોર્ટમાં ગુજરાત રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થા ઉપર ઘટતા વિશ્વાસના સવાલ ઉભા થયા છે. હોસ્પિટલમાં દાખલ થતા ગુજરાતના દર્દીને ગ્રામીણ વિસ્તારમાં ૨૮૫૧૬ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે શહેરી દર્દીને ૫૩૭૪૭ રૂપિયાનો ખર્ચ થાય છે. ગુજરાત રાજ્યનો ગ્રામીણ વિસ્તાર ના દર્દીઓ પ્રસુતિ સિવાયના અન્ય કિસ્સામાં ૨૮.૨ % સરકારી હોસ્પિટલ માં દાખલ થાય છે, જ્યારે ૫૯.૫% દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે અને ૧૨.૩% ચેરિટેબલ હોસ્પિટલમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારના ૨૩.૫% દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે જ્યારે ૬૯.૫% ખાનગી હોસ્પિટલ માં સારવાર લે છે અને ૭ % દર્દીઓ ચેરિટેબલ હોસ્પિટલમાં સારવાર લે છે. કોંગ્રેસના સમયમાં બનેલી સરકારી હોસ્પિટલ માં આઉટ ઓફ પોકેટ ખર્ચ એટલે દર્દીના ખિસ્સામાં થી ગ્રામીણ વિસ્તારમાં ૪૧૮૫ રૂપિયા અને શહેરી વિસ્તાર માં ૨૯૧૭ ખર્ચ થાય છે. ચેરિટેબલ હોસ્પિટલ માં દર્દીઓને આઉટ ઓફ પોકેટ એટલે ખિસ્સામાં થી ગ્રામીણ વિસ્તારમા ૧૪૬૫૯ રૂપિયા અને શહેરી વિસ્તારમા ૨૨૭૯૯ રૂપિયાનો ખર્ચ થાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓ ના ખિસ્સામાં થી ગ્રામીણ વિસ્તારમાં ૩૭૫૯૫ રૂપિયા નો ખર્ચ થાય છે અને શહેરી વિસ્તારમાં ૫૩૬૩૨ રૂપિયા નો ખર્ચ થાય છે.
ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં ૪૨.૫% બાળકો સરકારી હોસ્પિટલ માં જન્મે છે, ૬% ચેરિટેબલમાં અને ૫૧.૫% ખાનગી હોસ્પિટલમાં જન્મે છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં ૩૨.૯% બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મે છે, ૩.૬% ચેરિટેબલમાં અને ૬૩.૫% બાળકો ખાનગી હોસ્પિટલમાં જન્મે છે. ગુજરાતમાં પ્રસુતિ ના ખર્ચ માં મોટો તફાવત હોવા છતાં ખાનગી હોસ્પિટલ ને પસંદ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બાળકના જન્મમાં આઉટ ઓફ પોકેટ ખર્ચ એટલે ખિસ્સામાં થી ખર્ચ ગ્રામીણ સરકારી હોસ્પિટલમાં ૮૩૨ રૂપિયા નો થાય છે અને શહેરી વિસ્તારમાં ૧૪૬૦ રૂપિયા નો ખર્ચ થાય છે. ગ્રામ્ય વિસ્તારની ચેરિટેબલ હોસ્પિટલમાં બાળકના જન્મ ઉપર ઓઉટ ઓફ પોકેટ ખર્ચ ૧૦૮૪૮ રૂપિયાનો થાય છે અને શહેરી વિસ્તારમાં ૧૭૦૬૦ રૂપિયાનો ખર્ચ થાય છે. ખાનગી હોસ્પિટલમાં ગુજરાતીને બાળકના જન્મ ઉપર આઉટ ઓફ પોકેટ ખર્ચ ગ્રામીણ વિસ્તારમાં ૨૫૭૧૭ રૂપિયા અને શહેરી વિસ્તાર ૩૪૪૧૪ રૂપિયાનો થાય છે. આરોગ્ય ખર્ચની ગુજરાતમાં મોટા પ્રમાણ માં અસમાનતા જોવા મળી છે. ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્થા ખાનગી કંપની ને સોંપી દેવાની નીતી નાગરિકોના માટે ખુબ ચિંતાજનક છે. ગુજરાતના આરોગ્ય વ્યવસ્થામાં સુવિધાનો અભાવ અને ડોક્ટરોની ઘટ જેવા મુદ્દા ના લીધે લોકોને સરકારી આરોગ્ય વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઘટ્યો છે. સરકારી આરોગ્ય વ્યવસ્થા ની બેહાલી ના લીધે ગુજરાતની જનતાએ ખાનગી હોસ્પિટલના સહારે જવું પડે છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આરોગ્ય ખર્ચમાં મોટી આર્થિક અસમાનતા જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો એ સરકારી સીએચસી, પીએચસી ની જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *