ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર: 15 શહેરોમાં મેયરની પસંદગીની તારીખો જાહેર, જાણો આખી વિગત

Spread the love

ગુજરાતની મહાનગરપાલિકાઓ અને મહત્વની નગરપાલિકાઓમાં કમાન સંભાળવા માટે મેયર અને પ્રમુખ પદની પસંદગીની ઘડીઓ ગણાઈ રહી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સરકારે તમામ 15 કોર્પોરેશન અને નગરપાલિકાઓને જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટે સત્તાવાર એજન્ડા બહાર પાડવાની કડક સૂચના આપી દીધી છે. આગામી તારીખ 26 અને 28ના રોજ બે તબક્કામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેનાથી માત્ર બે જ દિવસની અંદર તમામ 15 શહેરોને નવા મેયર મળી જશે.

તારીખ 26 મી એ આ શહેરોમાં યોજાશે ચૂંટણીરાજકીય ગરમાવા વચ્ચે આગામી તારીખ 26 ના રોજ પ્રથમ તબક્કામાં મેગા સિટી અમદાવાદ સહિત જામનગર, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ,, નવસારી અને નડિયાદ ખાતે જનરલ બોર્ડની બેઠક મળશે. આ બેઠકો દરમિયાન સત્તાવાર રીતે નવા મેયર અને હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવશે.

તારીખ 28 મી એ સુરત, રાજકોટ અને વડોદરાનો વારોજ્યારે બીજા તબક્કામાં એટલે કે તારીખ 28ના રોજ રાજ્યના અન્ય મહત્વના મહાનગરો જેવા કે સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા ઉપરાંત વાપી, આણંદ અને સુરેન્દ્રનગરમાં ખાસ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. આ દિવસે આ શહેરોના નવા પ્રથમ નાગરિક એટલે કે મેયરના નામ પર આખરી મહોર મારવામાં આવશે.

ભાજપના પ્રભારીઓ બંધ પરબિડિયું ખોલશે, નામની કરશે જાહેરાતપક્ષીય હાઈકમાન્ડના આદેશ અનુસાર, જે-તે મહાનગરપાલિકાના પ્રભારીઓ જનરલ બોર્ડની બેઠક પૂર્વે પક્ષના મેન્ડેટ સાથેના નામની જાહેરાત કરશે. ભાજપ શાસિત આ મનપાઓમાં આંતરિક કલહ ન થાય અને શિસ્તબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પ્રભારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારની સૂચના મળતા જ તમામ કોર્પોરેશનો દ્વારા જનરલ બોર્ડનો એજન્ડા જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *