આંગળીનું ઓપરેશન કરાવવા લાંચ લેતા ઝડપાયો આણંદની સરકારી હોસ્પિટલનો ડૉક્ટર ચિંતન શાહ, રકમ સાંભળી કહેશો, સાવ આવું…

Spread the love

આણંદ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર ચિંતન શાહ મફતમાં ઓપરેશન કરવાની જગ્યાએ 4000 રૂપિયાની માંગણી કરતાં મેડિકલ જગત શર્મશાર થયું છે. આ લાંચિયો ડૉક્ટર ચિંતન શાહ 3000 રૂપિયાની રેવડી લેતી વેળાએ ACBની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે 1000નો ખોરાક તો અગાઉ જ ચાવ કરી ગયેલ.

ઘટનાની વિગતો એવી છે કે આણંદની સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સર્જન ડૉ.ચિંતન શાહે એક દર્દી પાસે આંગળીનું ઓપરેશન કરવા માટે રૂપિયા ચાર હજારની માંગણી કરી હતી.

જેમાંથી એક હજાર તો એ લઈ જ ચૂક્યા હતા. બાકીના ત્રણ હજારની લાંચ લેવાની બાકી હતી. ત્યારે રૂપિયા 3000ની લાંચ સ્વીકારતી વેળાએ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર તેઓ ACBના હાથે ઝડપાઈ ગયા. ACBએ લાંચની રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

સરકારી હોસ્પિટલમાં જ્યાં ગરીબો મફતમાં સારવાર માટે કતારોમાં ઊભા હોય છે અને ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે ત્યારે ડૉક્ટર ચિંતન શાહની લાલચે મેડિકલ જગતને કલંકિત કર્યુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *