હવે ભારત માટે પામતેલે વધારી નવી મુસીબત! ઇન્ડોનેશિયાએ નિકાસ ઘટાડી તો ખાદ્ય પદાર્થો મોંઘા થશે

Spread the love

નવી દિલ્હી, તા.20 એક બાજુ જ્યાં ભારત પહેલાથી જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુધ્ધના કારણે કાચા તેલ અને ગેસના પુરવઠાને લઇને પરેશાન છે ત્યાં ખાવાના તેલના મોરચામાં બળતામાં ઘી હોમાયું હોય તેમ એક નવી મુસીબત ઉભી થઇ છે.

દુનિયામાં સૌથી વધુ પામ ઓઇલ (તાડનું તેલ) વેચનાર ઇન્ડોનેશિયા અને મલેશિયા હવે પોતાને ત્યાં પામતેલના મોટી માત્રામાં ઉપયોગ બાયો ડીઝલ બનાવવામાં કરી રહ્યા છે.

તેઓ આમ એટલા કરી રહ્યા છે જેથી તેમને પેટ્રોલ-ડીઝલ માટે બીજા દેશો પર નિર્ભર ન રહેવું પડે.

 

ખાદ્ય તેલ મોંઘુ થઇ શકે છે

ઇન્ડોનેશિયાએ જાહેરાત કરી છે કે, ત્યાં મળતા ડીઝલમાં 50 ટકા પામ ઓઇલ મેળવવામાં આવશે, જ્યારે મલેશિયાએ પણ ડીઝલમાં પામ ઓઇલ મેળવવાની માત્રાને 15 ટકા કરવાનો નિર્ણય લીધો છે. બન્ને દેશો પામ ઓઇલને ગાડીઓના ઇંધણમાં ઉપયોગ કરવા લાગશે તો દુનિયામાં આ તેલ ખાવા માટે ઘટી પડશે. પરિણા એ આવશે કે ભારતમાં આ તેલ મોંઘુ થઇ શકે છે.

 

ભારતની મજબૂરી

ભારતમાં ભોજનના તેલનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. 2022-23માં ગામનો એક વ્યક્તિ વર્ષમાં સરેરાશ 10.58 કિલો અને શહેરોમાં 11.78 કિલો તેલનો ઉપયોગ કરતો હતો.

 

પરેશાની એ છે કે, દેશમાં તેલની માંગ તો વધી છે. પણ આપણે ત્યાં તેનું ઉત્પાદન એટલું નથી વધ્યું. ભારત પોતાની જરૂરિયાતના 55 ટકાથી વધુ ભોજનનું તેલ વિદેશથી મગાવે છે.

 

વિકલ્પ પસંદ કરવાની મૂંઝવણ

ભારત ઇચ્છે તો પામ ઓઇલની જગ્યાએ બીજા ખાદ્ય તેલની આયાત વધારી શકે છે, પણ તેની એક સીમા છે. 2023-24માં ભારત જેટલું ખાદ્ય તેલ બહારથી મંગાવતું હતું તેમાં પામ ઓઇલનો ભાગ 57 ટકા હતો, જે 2024-25માં ઘટીને 47 ટકા રહી ગયો.

 

આમ એટલા માટે કે ભારતે સુરજમુખી તેલ વધુ મંગાવવાનું શરૂ કર્યું હતું. સૂરજમુખી તેલ રશિયા-યુક્રેનથી મંગાવાય છે. આ પામતેલની તુલનામાં ઓછું ઉપલબ્ધ છે અને મોંઘું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *