
સળિયાના ઘટતા ભાવ તમારી બચત કરાવી શકે છે.
મિડલ ઈસ્ટ સંકટ અને સપ્લાય ચેનમાં આવતા વિધ્ન વચ્ચે પણ દેશમાં સળિયાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. સળિયાનું સસ્તા થવાનો અર્થ એ છે કે, તમારું ઘર બનાવવાનો ખર્ચ ઓછો થઈ જશે.
હાઉસ કન્સ્ટ્રક્શનમાં સળિયા ન માત્ર ઘરની મજબૂતી વધારે છે, પરંતું તેના કિંમતમાં આવતા ઉતાર-ચઢાવની અસર સીધા ઘરની કિંમત પર થાય છે. સળિયાનો ભાવ વધ્યો તો ઘરનો ભાવ વધ્યો, અને ઘટ્યો તો ઘરની કિંમત ઘટી એમ સમજો. ગત કેટલાક સમયથી TMT Saria ના ભાવ તેજીથી વધી રહ્યા હતા. પરંતુ અચાનક આવેલી આંધી સામે સળિયાના ભાવ પડી ગયા છે.
સળિયાનો ભાવ ઘટાડો કામ આવશે
ઘર બનાવવું એ આજના સમયમાં સૌથી મોંઘો સોદો હોય છે. પહેલા તો ભારે રકમ આપીને જમીન ખરીદવી પડે છે. તેના પર પોતાની ઈચ્છા મુજબનું ઘર બનાવવા માટે પણ દરેક મોરચે ભારે રકમ ખરીદવી પડે છે. ઈંટ, સિમેન્ટ, રેતી કપચીથી લઈને સળિયાને મોંઘવારી લાગુ થઈ ગઈ છે. આવામાં લોકો લાંબા સમયથી કોઈ વસ્તુના ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે આતુરતાનો અંત આવ્યો છે, અને સળિયાના ભાવ ઘટી ગયા છે.
કેટલો ઘટ્યો સળિયાનો ભાવ
દેશના તમામ શહેરોમાં સળિયવાના ભાવ પ્રતિ ટન 4000 રૂપિયાથી વધુ જેટલો ઓછો થઈ ગયો છે.
ગુજરાતમાં લોખંડના સળિયાના આજના ભાવ
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનની વચ્ચે ચાલતા તણાવને પગલે ગત માર્ચ અને એપ્રિલ મહિનામા સતત ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતું હવે સળિયાના ભાવમાં ઘટાડો આવવાથી, ઘર બનાવવું પણ સસ્તુ પડશે. તો સૌથી પહેલા સળિયાના અપડેટ ભાવ જાણી લેવા જરૂરી છે. જેને કારણે House Construction Cost માં ઘટાડો આવી શકે છે.
સળિયાના કિંમત (18% GST વગર)
શહેર (રાજ્ય 20 માર્ચ 2026 (પ્રતિ મેટ્રિક 24 એપ્રિલ 2026 (પ્રતિ મેટ્રિક ટન) 20 મે (પ્રતિ મેટ્રિક ટન)
રાયપુર 46,200 રૂપિયા 46,600 રૂપિયા 42,500 રૂપિયા
રાયગઢ 45,300 રૂપિયા 46,500 રૂપિયા 42,000 રૂપિયા
ભાવનગર 51,800 રૂપિયા 53,100 રૂપિયા 48,500 રૂપિયા
રાઉરકેલા 46,300 રૂપિયા 47,500 રૂપિયા 43,000 રૂપિયા
હૈદરાબાદ 49,500 રૂપિયા 50,300 રૂપિયા 46,200 રૂપિયા
ચેન્નઈ 50,200 રૂપિયા 51,800 રૂપિયા 49,000 રૂપિયા
મુંબઈ 51,000 રૂપિયા 51,200 રૂપિયા 47,300 રૂપિયા
જાલના 51,300 રૂપિયા 52,300 રૂપિયા 46,400 રૂપિયા
ગોવા 54,200 રૂપિયા 54,500 રૂપિયા 51,500 રૂપિયા
ખરીદતા પહેલા આવી રીતે ચેક કરો ભાવ
Sariya Price ભાવમાં સતત રોજ બદલાવ આવતો રહે છે. તમારા શહેરના સળિયાના લેટેસ્ટ ભાવ તમે ઘરે બેસીને ચેક કરી શકો છો. તેના માટે આર્યનમાર્ટની વેબસાઈટ (ayronmart.com) પર જવાનું રહેશે. તેમાં TMT સળિયાના લેટેસ્ટ ભાવ અપડેટની તમામ માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે, આ વેબસાઈટ પર બતાવવામાં આવતી કિંમત સળિયા પર લાગતા 18 ટકા જીએસટીથી અલગ હોય છે.