કોલકતા,તા.26 પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ સરકારે ગેરકાનુની વસતા બાંગ્લાદેશીઓને ઝડપીને સીધા સરહદ પર પહોંચાડવાની શરૂ કરેલી કાર્યવાહીની જબરી અસર પડી છે અને રાજયના ઉત્તરી 24 પરગણાના હાકીમપુર સીમા ક્ષેત્રમાં હજારો બાંગ્લાદેશીઓ પોતાની રીતે જ ડીપોટ થવા લાગ્યા છે. આ અંગે અહી બાંગ્લાદેશીઓ માટે હોલ્ડીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.
જયાં તેઓને પોતાના દેશમાં પરત જતા પુર્વે ઓળખ પ્રસ્થાપિત કરીને તેના ડોકયુમેન્ટ તૈયાર કરાશે જેથી ફરી તેઓ ભારતમાં ઘુસી શકે નહી. સુવેન્દુ સરકારે હાલમાં જ રાજય પોલીસને આદેશ આપ્યો છે કે બાંગ્લાદેશીઓને અદાલતમાં રજુ કરવા સહિતની પ્રક્રિયા કરવાની જરૂર નથી.
તેઓને સીધા સરહદ પાસે પહોંચાડીને બીએસએફને સુપ્રત કરી દેવાના રહેશે અને તેઓને સ્વદેશ પરત ફરવા માટે જણાવાશે. જેના કારણે પોલીસ કાર્યવાહી થાય તે પુર્વે હજારો બાંગ્લાદેશીઓ ખુદ જ ડિપોટ થવા લાગ્યા છે અને સરહદ પર તેઓ જાતે જ પહોંચવા લાગ્યા છે.
