સાર્વજનિક હાઈસ્કૂલ પારસા અને ઉપરવાસ સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ સંવર્ધન અભયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Spread the love

આજ  રોજ કે.આર.પટેલ એન્ડ‌ એમ.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ પારસા.તાલુકો માણસા જીલ્લો ગાંધીનગર અને ઉપરવાસ સાહિત્ય સભા દ્વારા આયોજિત પ્રકૃતિ સંવર્ધન- ૨૦૨૧ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના સભા અધ્યક્ષ તરીકે વડસ્મા હાઈસ્કૂલના પ્રમુખશ્રી બકાજી ચાવડા સાહેબે સ્થાન શોભાવ્યું. તેમજ વૃક્ષોનું જતન બાળકો ની જેમ કરવા જણાવ્યું.કે.આર.પટેલ & એમ.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી પી.એસ.પટેલ, નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ ગોજારિયાના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રાજેન્દ્રસિંહ વાઘેલા અને નરેન્દ્ર પ્રજાપતિના સંયોજન હેઠળ ‘વૃક્ષ મારો સાથી’ના કમ્પેન દ્વારા વૃક્ષારોપણ અને વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પારસા હાઈસ્કૂલમાં અને ગામમાં વૃક્ષો વાવવામાં આવ્યા. આ અભિયાનમાં શાળા પરિવાર, તાલુકા ડેલિકેટ રશ્મિનભાઈ પટેલ, સરપંચ શ્રી રાજુભાઈ પટેલ, વસંતભાઇ પ્રજાપતિ , શ્રી પ્રગતિ મંડળ , ગ્રામજનો,વન સંરક્ષણ અધિકારી શ્રી, એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો ખૂબજ સારો સહયોગ મળી રહ્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર નામી અનામી સૌનો પારસા હાઈસ્કૂલના પ્રિ. પી.એસ. પટેલ સાહેબ આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com