
જે સિંહો સંક્રમિત જોવા મળ્યા છે તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ છે. આ ઉપરાંત, વાયરસ કે અન્ય સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના દાયરામાં આવતા તમામ સિંહોને આઇસોલેશન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.
સિંહોના સ્વાસ્થ્યની સ્થિતિ પર નિષ્ણાત તબીબોની ટીમ સતત 24 કલાક નજર રાખી રહી છે. ગીરમાં સિંહો માટે ખાસ વેક્સીનેશન અને ટ્રીટમેન્ટ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. સિંહોના શરીરમાંથી ઇતરડી અને અન્ય જીવાતો દૂર કરવા માટે વન વિભાગ દ્વારા ‘ડી-ટીકિંગ’ (De-ticking)ની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે, જેથી એશિયાટિક સિંહોને સુરક્ષિત રાખી શકાય.