૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી ભાજપ, આપ, અને ત્રીજાે પક્ષ કોંગ્રેસ?

Spread the love

ગુજરાતમાં હજુ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે અત્યારથી રાજકીયપક્ષો તૈયારી કરી રહ્યા છે. ત્યારે ભાજપ ૨૩ વર્ષથી એક એકહથ્થું શાસન ભોગવી રહ્યું છે. જાેવા જઇએ તો હાલ ગુજરાતમાં ભાજપે કોંગ્રેસના એવા ગઢો હતા, ત્યાં કાંગરા મેળવીને અનેક જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોથી લઇને મહાનગરપાલિકાઓ કબજે કરેલી છે. ભાજપ દ્વારા બૂથ કેમ્પેઇથી લઇને અનેક પ્રકારની ડોર ટુ ડોર કરનારક કાર્યકરો છે. ત્યારે કોંગ્રેસ પાસે વર્ષોથી જુના એવા કાર્યકરો સિવાય નવા કાર્યકરોનો ગ્રોથ ૧૦% પણ કોંગ્રેસ મેળવી શક્યું નથી, પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા અનેક શકુનીઓને સાચવી રાખનારા કોંગ્રેસોને હજુ ઘણુંજ સહન કરવું પડશે તેમાં બેમત નથી. ત્યારે જિલ્લામાં પ્રમુખોથી લઇને પ્રદેશ પ્રમુખ, વિરોધપાર્ટીના નેતાનું પણ કોકડું ગુંચવાયેલું રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ક્યાંથી જીતશે? અત્યારે આપ પાર્ટી કાચબાની ગતિએ ગુજરાતમાં પગપસેરો કરીને હવે ધીમે-ધીમે મજબૂત થઇ રહી છે. ત્યારે આપ પાર્ટીમાં જાેડાવનારા કાર્યકરોમાં સૌથી વધારે યુવા વર્ગ છે. અનએ સ્વયંભૂ જાેડાવનારા યુવાવર્ગ કામ પણ સારી રીતે કરી રહ્યો ચે. હમણાં જ કેજરીવાલ અમદાવાદ આવીને આપમાં ટીવી એન્કર એવા ઇસુદાન ગઢવી ભાજપમાં જાેડાયા, ત્યારવાદ મનીષ સિસોદીયાની સુરત ખાતે એન્ટ્રીથી મહેશ સવાણીના નામના ઉદ્યોગપતિ જાેડાયા, હવે આપ પાર્ટીનું કદ ધીરે-ધીરે મોટું થતું જાય છે. ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ત્રીજા નંબરના સ્થાને ન આવી જાય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
ભાજપ પાસે કાર્યકરોની ફોજ છે. ત્યારે ગુજરાતનો કોઇ જિલ્લો નહીં હોય જ્યાં કેસરીયો ભાજપનો લહેરાતો નહીં હોય, આજતી ૪૫ વર્ષ પહેલાં ભાજપની ભારતમાં માંડ ૨ સીટો આવતી હતી, તે મહેનત કાર્યકરોને આભારી છે. ્‌યારે આ મહેનત કરવામાં કોંગ્રેસના અનેક કાર્યકરો ના કામો ન થતાં આખરે કોંગ્રેસથી દૂર થવા માંડ્યા, ત્યારે પ્રજા વિકલ્પ વિચારી રહી હતી, અને વિકલ્પ તરીકે આપ પાર્ટીનં ઝાડું પ્રજામાં કેદ થઇ રહ્યું છે. ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણી-જે ૨૦૨૨ની ભાજપ, આપ, કોંગ્રેસ વચ્ચે રહેશે, પણ કોંગ્રેસ ત્રીજા નંબરે જતી રહે તો નવાઇ નહીં, કોંગ્રેસની અનેક ક્ષતીઓ છે,ત્યારે આનો ફાયદો હવે આપને મળી રહ્યો છે. ભાજપ હાલ ૨૩ વર્ષથી એકહથ્થું શાસન કરી રહી છે. અને કોંગ્રેસ ૩૨ વર્ષથી સત્તાથી દૂર છે.
બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતકોંગ્રેસના નેતાઓ હારી-હારીને એટલા થાકી ગયા છે કે કોઈ પણ ચૂંટણી પછી એમને પરિણામ ખબર જ હોય છે એટલે પરિણામ જાણવા સુદ્ધાની તસ્દી લેતા નથી, વાત આટલે પુરી નથી મેં પોતે કેટલાક કોંગ્રેસી નેતાઓને એવું કહેતા સાંભળ્યા છે કે અમને તો હવે પ્રજા જ જીતાડશે ત્યારે સત્તા પર આવીશું.પ્રજા જયારે થાકશે ત્યારે એમની પાસે વિકલ્પ નહિ વધે એટલે કોંગ્રેસ જીતશે, હવે કોંગ્રેસી નેતાઓના આ વિધાન પણ ખોટા પડવાના છે કેમકે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે કોંગ્રેસ કરતા વધારે મજબૂત સ્વુરુપે ઉભી થઇ રહી છે. જે રીતે ગુજરાત કોંગ્રેસ હજી એમનો પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા નથી શોધી શક્યું સામે આમ આદમી પાર્ટી જે રીતે જિલ્લાઓ, ગામડાઓ માં જઈને કેમ્પેઇન શરુ કરી દીધું છે એ જાેઈ ને લાગે છે કે ૨૦૨૨ માં કોંગ્રેસ ક્યાંક ત્રીજાે પક્ષ બની ને ન રહી જાય.
મૂળ મુદ્દાની વાત કે ૧૫૦ થી પણ વધારે વર્ષ જૂની પાર્ટી અને ૬૦ થી વધારે વર્ષોનો શાસકીય અનુભવ ધરાવતી પાર્ટી અચાનક સત્તાથી દૂર કેમ થઇ ગઈ ? લોકો કેમ કોંગ્રેસને, કોંગ્રેસના મુદ્દાઓ ને,કોંગ્રેસના નેતાઓની વાતો ને સ્વીકારવાથી દૂર ભાગવા લાગ્યા ? ( જાે સ્વીકારતા હોત તો સત્તા પર હોત) આ પ્રશ્ન નો જવાબ પણ કોંગ્રેસીઓ પાસે જ છે. કેમકે લોકશાહી દેશમાં લોકશાહી માટે જાણીતી કોંગ્રેસ પાર્ટીના ક્લચર માં ઉપરથી નીચે સુધી બદલાવ આવ્યો છે.પહેલા કોંગ્રેસી નાનામાં નાનો કાર્યકર પોતાના નેતા ને કોઈ પણ વાત કે મુદ્દો કહી શકતો.જાહેર માં ચર્ચા કરતો, વાદ વિવાદ કરતો અને પ્રજા માટે પોતાના પક્ષ સામે પણ લડતો, આજે સ્થિતિ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ માં પોતાના ઉપરી નેતા ને સાચું કહેવાની કે સાચો ફીડબેક આપવાની શક્તિ જ નથી રહી. દરેક ને ગુડબુક માં ગુડ ગુડ બોલી ને પાર્ટી અને પારી ના નેતાઓ ને સત્ય થી દૂર રાખી ને પોતાને મળેલો કામ વગરનો હોદ્દો જાળવી રાખવો છે.
બસ ચાપલુસી કરી ને પોતે મોટા નેતા કહેવડાવું છે.આજે ગુજરાત કોંગ્રેસની એ સ્થિતિ છે કે નેતાઓ થી શરૂ કરી ને કોંગ્રેસના કાર્યકરો ને હવે વાસ્તવિકતાથી કોષો દૂર રહેવાની આદત પડી ગઈ છે,ઉદાહરણ સ્વરૂપે જાેઈએ તો ૨૦૧૯ની ચૂંટણી વખતે રાહુલગાંધીને એમની ટીમે કહ્યું હતું કે આપણે ૧૬૭ બેઠકો જીતીએ છે અને સરકાર બનાવીએ છે,રાહુલે એમની ટિમની વાત માની સરકાર બનાવવાની તૈયારી કરી હતી. (પછી શું થયું બધા ને ખબર છે) એવી જ રીતે ગુજરાતમાં વર્ષો થી કોઈ પણ ચૂંટણીમાં કોંગ્રેસ જીતની નજીક જ દેખાય છે પણ જેવા પરિણામો આવે કે કોંગ્રેસ જીતની નજીકની વાત જવા દો હારની એક દમ પાસે દેખાય છે,કારણ આગળ લખ્યું એજ અતિઆત્મવિશ્વાસ અને પોતાના ઉપરી નેતાઓ ને સાચું ન કહી શકવાની શક્તિ ગુજરાતસહીત આખા દેશમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એ ગુમાવી દીધી છે.
કોંગ્રેસમાં ચાપલુસી અને ચમચાગિરી થી જ જીતાય,અરે જીતે કે ન જીતે કોઈક મોટી પોસ્ટ લઇ ને બેસી રહેવાય એવું લગભગ મોટા ભાગના કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માને છે.
વર્ષો થી ખાસ કરી ને ગુજરાત માં કોંગ્રેસના નેતાઓ ભાજપનું રાજ આવ્યા પછી લોકશાહીને ગળે ટૂંપો દેવાની વાતો કરે છે પણ ક્યારેય કોંગ્રેસના નેતાઓ એ ગુજરાતમાં એમની પાર્ટીમાં લોકશાહી છે કે નહિ એનું ધ્યાન આપ્યું છે? ગુજરાતમાં કયારેય નેતાઓ એ એમના કાર્યકરો સાથે સીધો સંવાદ કરી ને એમને શું તકલીફ છે? શું સમસ્યા છે? કઈ રીતે જીતી શકાય એવું પૂછ્યું છે ?કોરોનામાં કોંગ્રેસે ગુજરાતની પ્રજાના પ્રશ્નો વિષે પૂછ્યું કે ન પૂછ્યું હોય પણ કેટલા નેતાઓ એ એમના કાર્યકરો કે એમના સમર્થકોના હાલ સમાચાર જાણ્યા અને એમને મદદ કરી છે એ ડેટા મેળવો તો ખ્યાલ આવશે કે કોંગ્રેસે એમના મૂળ ગુમાવી દીધા છે,અને મૂળ વગર પોતાની જીત નો ઝાડ ઉગાડવાના સપના જુએ છે.
ગુજરાત માં કોંગ્રેસ ના મૂળિયાં ઉખડી ગયા એની પાછળ પક્ષ માં લોકશાહી ખતમ થવાનું પણ એક મોટું કારણ છે,આજે કોંગ્રેસનો નાનો કાર્યકર કોઈ મોટાનેતાનું કોઈ સમસ્યા પ્રત્યે કે કોઈ મુદ્દા પ્રત્યે ધ્યાન દોરે તો પહેલાએના પ્રશ્ન ને સાંભળવા અને સમજવાની જગ્યા એ કયા ગ્રુપ નો છે ? કોનો માણસ છે ? એ જાેવા માં આવે છે. પછી જાે ભૂલે ચુકે એ કાર્યકરની કોઈ વાત સાચી હોય કે સત્ય લાગે તો વળી પાછું એની પર અમલી કારણ કરવા માટે દિલ્હી ના આદેશની રાહ જાેવાય છે,અરે ભાઈ વાત ગુજરાતની છે ગુજરાત ના નેતાઓ ને ર્નિણય લેવાની એટલી તો છૂટ હોવી જાેઈએ કે નહિ ? પણ ભાજપ ને ભાંડતા કોંગ્રેસના નેતાઓ ને ખબર છે કે એમના ખાસ કરી ને ગુજરાતના ર્નિણય માં પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષનો નેતા જ્યાં સુધી દિલ્હી થી ગ્રીન સિગ્નલ ના મળે ત્યાં સુધી કાંઈ થઇ શકતું નથી,અને દિલ્હી આખા દેશ માં વ્યસ્ત હોય છે,સરવાળે પેલા પાયાના કાર્યકર જેને કોંગ્રેસની ચિંતા છે,જે કોંગ્રેસ માટે દિવસ રાત મહેનત કરે છે,વર્ષો થી ગુજરાત માં સત્તા વગર પાર્ટી માટે સંઘર્ષ કરે છે,એની સલાહ અને સૂચનો ફાઈલો માં અટવાઈ ને એક ખૂણા માં પુરાઈ જાય છે.
આજે ગુજરાતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું અને વિરોધ પક્ષના નેતાનું રાજીનામું આપે, પાર્ટી દ્વારા સ્વીકારે મહિનાઓ થઇ ગયા, એમના સ્થાને નવા નેતાની નિમણુંકની વાત જવાદો આ નેતાઓની નિમણુંક માટે મહત્વના એવા ગુજરાતના પ્રભારીની નિમણુંક માટે ય કોંગ્રેસ ગોથે ચડી છે.હવે તમે વિચારો કાર્યકારી કેપ્ટ્‌નની ઉપસ્થિતિ માં કાર્યકરો પણ કાર્યકારી જ રહેવાના ને ?
અંતે ગુજરાત કોંગ્રેસના નેતાઓનું કાર્યકર સાથે સીધું કનેક્ટ અને સાચી વાત અમલી કરણ કરવાની પ્રક્રિયા સાચા અર્થમાં અમલ નહિ થાય તો દિલ્હી માં ખબર નહિ પણ ગુજરાતમાં હજી વર્ષો સુધી સત્તા માટે રાહ જાેવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com