રસોડામાં દેખાતા વંદા ચીનમાં રાતોરાત અબજોની કમાણી કેમ કરાવી રહ્યા છે? કારણ જાણીને ચોંકી જશો!

Spread the love
સામાન્ય રીતે આપણા ઘરોમાં કે રસોડામાં વંદા (કોકરોચ) દેખાય એટલે આપણે તેને ભગાડવાના કે મારવાના ઉપાયો શોધવા લાગીએ છીએ. પરંતુ ભારતના પાડોશી દેશ ચીનમાં વંદાઓનો ઉછેર એટલે કે ‘કોકરોચ ફાર્મિંગ’ (Cockroach Farming) એક મોટો અબજો રૂપિયાનો ઉદ્યોગ બની ગયો છે. ચીનમાં ડઝનથી વધુ હાઈટેક સેન્ટર્સ પર અબજોની સંખ્યામાં વંદાઓ પાળવામાં આવે છે.

તાજેતરમાં ભારતમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ ના નામે સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા આ જીવનો ચીન જે રીતે ઉપયોગ કરે છે, તે જાણીને તમે પણ દંગ રહી જશો.

 

ફૂડ વેસ્ટ મેનેજમેન્ટનું અકલ્પનીય મોડેલ(China)

 

ચીનમાં દરરોજ લાખો ટન ભોજન વેડફાય છે. એકલા બેઇજિંગમાં જ રોજના આશરે 25 હજાર ટન ખાવાનું બરબાદ થાય છે. આ કચરાના નિકાલ (Waste Management) માટે ચીન વંદાઓનો ઉપયોગ કરે છે. જ્યાં ફાર્મિંગ થાય છે ત્યાં નાની અંધારી ઓરડીઓમાં પાઇપો દ્વારા બચેલું ભોજન ફેંકવામાં આવે છે, જેને લાખો વંદાઓ ગણતરીની મિનિટોમાં ચટ કરી જાય છે. અગાઉ આ ફૂડ વેસ્ટ ડુક્કરો (Swine) ને ખવડાવાતો હતો, પણ સ્વાઈન ફ્લૂ ફેલાયા પછી તેના પર રોક લાગી, જેથી હવે વંદાઓને આ કામ સોંપાયું છે.

 

સુપરફૂડથી લઈને કેન્સરની દવા સુધીના અન્ય ઉપયોગો

 

ચીનમાં (China) વંદા ઉછેરનું સૌથી મોટું કેન્દ્ર ‘શીચાંગ’ માં આવેલું છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તાપમાન સેટ કરીને વાર્ષિક 6 અબજ વંદાઓ ઉછેરવામાં આવે છે. વંદાઓનો ઉપયોગ નીચે મુજબની બાબતોમાં મોટા પાયે થાય છે:

 

દવાઓનું નિર્માણ: ચીનની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં પેટના અલ્સર, શ્વાસની બીમારી અને ત્વચાના સોજા મટાડવા વંદા વપરાય છે. હવે મેડિકલ કંપનીઓ કેન્સર અને એઇડ્સ (AIDS) ની સારવારના સંશોધન માટે પણ તેના પર રિસર્ચ કરી રહી છે.

 

પશુઓનો ચારો: વંદાનું આયુષ્ય 6 મહિનાનું હોય છે. તે મરવાની અણી પર હોય ત્યારે તેને સાફ કરી, સૂકવીને તેનો પાવડર બનાવાય છે. પ્રોટીનથી ભરપૂર આ પાવડર મરઘા, માછલી અને ડુક્કરોના હાઈ-ક્વોલિટી ચારા તરીકે વપરાય છે.

 

બ્યૂટી પ્રોડક્ટ્સ અને દૂધ: કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સસિવાય હવે વંદામાંથી ખાસ પ્રકારનું દૂધ પણ બનાવાય છે, જેને સુપરફૂડ માનવામાં આવે છે.

 

જો કે, આ ઉદ્યોગમાં ચુસ્ત સુરક્ષા રાખવામાં આવે છે, કારણ કે જો આ અબજો વંદાઓ(China) ક્યારેય બિલ્ડિંગની બહાર ભાગી જાય, તો આખું શહેર તબાહ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *