ખટાક-ખટાક અંડરપાસના ડામચા હલી ગયા, કોઈ ઘટના બને તે પહેલા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન જાગો.. જાગો..

Spread the love

ગાંધીનગર,

Gj-18 ની અજાયબી એટલે ખટાક-ખટાક કહી શકાય, ભલે મુખ્યમંત્રીથી લઈને મોટા મહાનુભાવોએ ઉદ્ધઘાટન કરીને ખુલ્લું મૂક્યું પણ જે તકતિ અને જે નામ ઘ-૪ અંડરપાસ રાખવામાં આવ્યું તેનું નામ હવે ખટાક-ખટાક બની ગયું છે, Gj-18ના કોઈ નગરજનો આ અંડરપાસ ને જાણતા હોય એટલે ખટાક-ખટાક કહે, Gj-18 ની આઠમી અજાયબી કહી શકાય,

વધુમાં અનેક ખર્ચા કર્યા અને ચેરમેન જશુ જાેરદારથી લઈને અનેક ધુરંધરો આ અવાજ બંધ કરાવવામાં ફેઇલ ગયા છે, ત્યારે રાજ્યમાં કોઈ ઇજનરે એવો નથી કે આ અવાજ બંધ કરાવી શકે, મેયર મીરાબેન, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, ચેરમેન ગૌરાંગ વ્યાસ તથા પક્ષના નેતા અનિલસિંહ ને ભાવભર્યું અને દુ:ખ ભર્યું આમંત્રણ હોય જેથી અહીંયા પધારો અને આ ખટાક-ખટાક બંધ કરાવો, બાકી ગમે ત્યારે કોઈ મોટી ઘટના બનશે તો જવાબદાર કોણ??

જીજે ૧૮ ની આઠમી અજાયબી એટલે ખટાક-ખટાક, જુઓ રેલિંગ તૂટીને બહાર નીકળી ગઈ છે, વચ્ચે પોલીસના બેરીકેટ મુકવા પડ્યા છે, વરસાદની સિઝનમાં શું થશે, કંઈક કરો, દોડો દોડો મેયર શ્રી ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર શ્રી ખટાક-ખટાકમાં મોટા ગાબડા અને ડામચા હલી ગયા, બાકી ઘટના કોઇ અજૂગતી બનશે તો જવાબદારી તંત્રની આવશે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *