GJ-18 ના બે આશાસ્પદ નવયુવાનો ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયન્સશીપમાં થાઈલેન્ડ ખાતે ભાગ લેશે, રાજપૂત સમાજનું હકડેઠઠ ગૌરવ…

Spread the love

 

દેશમાં ગુજરાતીઓએ રમતગમતમાં જાેઈએ એવું કાઠું કાઢ્યું નથી, ત્યારે અન્ય રાજ્યોના લોકો મેડલ લઈ જાય છે, પણ ગ્રામ્ય તથા નાના તાલુકાઓમાં આવા આસપાસ યુવાનોને ગોતવા ક્યાં? ત્યારે હવે મોબાઈલ અને ટેકનોલોજીથી આ સરળ બન્યું છે ત્યારે ભારત અને થાઈલેન્ડ વચ્ચે સેકન્ડ કિંગ ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ થાઈલેન્ડ ખાતે રમાવાનારી છે ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાતના ય્ત્ન-૧૮ માંથી બે નવ યુવાનોની પસંદગી થઈ છે, ત્યારે બાપુ એવા વાઘેલા અને ચાવડા પરિવારના બે નવ યુવાનોમાં કોલવડા ના જયવીર સિંહ સંજય સિંહ વાઘેલા છે, સંજય સિંહ વાઘેલા પોતે એડવોકેટ અને GJ-18 બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે તેમના પુત્ર જયવીરસિંહ દ્વારા ક્રિકેટમાં ઝંપલાવ્યું છે, ત્યારે બીજા યુવાન એવા સરગાસણ થી અરમાનસિંહ ખેંગારસિંહ ચાવડા બંનેનું ભારત દેશ અને ગુજરાત તરફથી રમવા માટે સિલેક્શન થયેલ છે. ભારત અને થાઈલેન્ડ વચ્ચે સેકન્ડ કિંગ ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ થાઈલેન્ડમાં રમાશે. ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાતમાંથી ગાંધીનગર કોલવડા ના જયવીરસિંહ સંજયસિંહ વાઘેલા તથા સરગાસનથી અરમાનસિંહ ખેંગારસિંહ ચાવડા બંનેનું ભારત દેશ તરફથી રમવા માટે સિલેક્શન થયેલ છે. આ સિલેક્શન નો કેમ્પ એપ્રિલ ૨૦૨૬માં આગરા ઉત્તર પ્રદેશમાં યોજાયો હતો. જ્યાં દરેક રાજ્યમાંથી ઘણા બધા ખેલાડીઓ એ સિલેક્શન માટે ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *