
પણ મદ્રાસ હાઈકોર્ટે વીઆઈપી દર્શન અને તેમાં પણ પેઈડ-દર્શનની પ્રણાલી ખોટી તથા ભેદભાવભરી ગણાવી તે યથાવત રાખવાથી તામિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી હતી.
સરકારની દલીલ હતી કે, જો પેઈડ-વીઆઈપી દર્શન બંધ કરાશે તો મંદિરને જે આવક થાય છે તેમાં પણ નુકશાની જશે પણ હાઈકોર્ટે તે દલીલ ફગાવતા કહ્યું કે ચર્ચ અને મસ્જીદોમાં તો આવી પ્રણાલી હોતી જ નથી.
મંદિરોમાં વીઆઈપી દર્શન સામે પ્રતિબંધ મુકવાની એક અરજીમાં સિનીયર સીટીઝન, શારીરિક રીતે વિકલાંગ તથા બંધારણીય ઓથોરિટી સિવાય તમામ માટે આ પ્રણાલી હોવી જોઈએ નહી તેવી માંગ કરવામાં આવી હતી.
હાઈકોર્ટની વેકેશન બેન્ચના ન્યાયમૂર્તિ જી.આર.સ્વામીનાથનની ખંડપીઠે બહું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંત્રીઓ અને ધારાસભ્યોએ એ ન સમજે કે તેમાં ગમે તે સમયે મંદિરમાં જશે અને ભગવાન તેની રાહ જોઈ રહ્યા હશે? શા માટે આ પ્રકારે વીઆઈપી દર્શનની જરૂર છે!
ભગવાન સમક્ષ તો સૌ સરખા છે. વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યકર્તાથી ચોખાલીંગમની અરજી કરીને રાજય સરકાર તથા ટ્રસ્ટ સંચાલીત મંદિરોમાં આ પ્રકારની પ્રણાલી બંધ કરવા માંગણી કરવામાં આવી હતી.
જેમાં સુપ્રીમકોર્ટ એ જે રીતે બાંકે બિહારી મંદિરમાં જે રીતે ખાસ દર્શન અને વીઆઈપી માટે અલગ કતાર ખાસ પ્રવેશ જેવી સીસ્ટમ બંધ કરવા જણાવ્યુ હતું. તામિલનાડુમાં તિરુપ્પરકુંદ્રમ મંદિરમાં રાજયના એક મંત્રીને દર્શન માટે નિર્ધારિત કરતા ખાસ સમયે મંદિર ખોલવામાં આવ્યુ હતું.
જો કે રાજય સરકારે દાવો કર્યો કે કોઈ નિયમભંગ થયો નથી. હાઈકોર્ટે જણાવ્યું કે મંત્રીઓએ પણ પોતાને આ રીતે ગમે તે સમયે દર્શને જઈ શકે તેવું માનવુ જોઈએ નહી.