Indiaએ બ્રહ્મોસ મિસાઈલની કરી મોટી ડીલ, આ દેશને સપ્લાય કરશે સ્વદેશી સુપરસોનિક હથિયાર

Spread the love
ભારતે પોતાની સ્વદેશી રક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવતાં હવે બ્રહ્મોસ મિસાઈલને આંતરરાષ્ટ્રીય બજારમાં આગળ ધપાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં ભારતે વિયેતનામ સાથે બ્રહ્મોસ મિસાઈલ સપ્લાય કરવાની ડીલ સાઈન કરી છે. આ માહિતી ભારતના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહે શાંગરી-લા ડાયલોગ દરમિયાન આપી હતી.

 

કેટલી છે ડીલની કિંમત?

આ ડીલ હેઠળ ભારત વિયેતનામને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ પૂરી પાડશે, જે વિશ્વની સૌથી ઝડપી અને ખતરનાક મિસાઇલોમાંથી એક ગણાય છે. આ ડીલની અંદાજિત કિંમત લગભગ 60 અબજ રૂપિયા (629 મિલિયન ડોલર) હોવાનું જણાવવામાં આવ્યું છે, જેમાં ટ્રેનિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પણ શામેલ છે. રક્ષા સચિવે વધુમાં જણાવ્યું કે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે પણ બ્રહ્મોસ મિસાઈલ અંગે ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી છે. અગાઉ માર્ચ મહિનામાં ભારતે ઈન્ડોનેશિયા સાથે એક કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. ભારત આસિયાન દેશો સાથે રક્ષા સહકાર વધારવા માટે પ્રતિબદ્ધ છે.

 

ફિલીપીન્સને પણ બ્રહ્મોસ મિસાઈલ સપ્લાય કરી ચૂક્યું છે ભારત

 

ભારત પહેલેથી જ ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ હેઠળ ફિલીપીન્સને પણ બ્રહ્મોસ મિસાઇલ સપ્લાય કરી ચૂક્યું છે, જે ભારતના ડિફેન્સ એક્સપોર્ટ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સફળતા ગણાય છે. તમને જણાવી દઈએ કે બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ ઓપરેશન સિંદૂર દરમિયાન પણ કરવામાં આવ્યો હતો, જ્યાં ભારતે પોતાની સ્વદેશી ટેકનોલોજીથી સશક્ત પ્રદર્શન કર્યું હતું. આ નવી ડીલ સાથે ભારતની વૈશ્વિક રક્ષા બજારમાં હાજરી વધુ મજબૂત બનવાની શક્યતા છે. આ કરાર ભારતના ડિફેન્સ એક્સપોર્ટને નવી દિશા આપશે અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ વધુ ગતિ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *