ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Spread the love
ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ગાજવીજ, ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

સાબરકાંઠામાં મેઘમહેર: હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી વરસાદી માહોલ

 

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી બાદ વરસાદ પડતાં લોકોને રાહતનો અનુભવ થયો હતો.

 

દાહોદ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

દાહોદજિલ્લામાં પણ મુશળધાર વરસાદે દસ્તક આપી હતી. મોડી રાત્રે પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ ખાબક્યો હતો. વરસાદ અને તેજ પવનના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. વરસાદ વરસતા ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા અને આસપાસના વિસ્તારોમાં પણ ધમાકેદાર વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી લોકોને મોટી રાહત મળી હતી.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા આ વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું છે અને લોકોને ગરમીમાંથી રાહત મળતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *