31 મે આંતર રાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ ની ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ના કર્મઠ પરિજનો દ્વારા અનોખા સેવા કાર્ય થી ઉજવણી

Spread the love

ગાયત્રી શકિત પીઠના અભિયાનને પ્રતિસાદ આપતા ૨૫ થી વધુ લોકો એ વ્યસન સામગ્રી ઝોળી માં આપી દઈને વ્યસન મુક્તિ નો સંકલ્પ કર્યો

દેશ ભરમાં ૩૧/મે ના દિવસે ઉજવાયેલા તમાકુ નિષેધ દિવસ માં ગાંધીનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના ગાંધીનગર સ્થિત પરિજનોએ રેલી યોજીને વ્યસન મુક્તિ માટે પ્રેરણાત્મક સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગાયત્રી શકતિપીઠ ના ઉપક્રમે પાટનગરના પથિક આશ્રમ એસટી બસ સ્ટેન્ડ ઉપર નશામુકત અભિયાન ,વ્યસનમુક્તિ અભિયાન માટે લોક જાગૃતિ સાથે સૂર્યદેવના પ્રકોપ સામો લોકોને રાહત આપવા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

ઓછામાં ઓછા 25 થી વધારે લોકોએ ગાયત્રી શક્તિપીઠ ના આ સેવા અભિયાન ને પ્રતિસાદ આપીને નશો છોડવા માટેના સંકલ્પ લીધો હતો.

 

વ્યસન ની આદત ધરાવતા આ વ્યક્તિઓએ ગાયત્રી પરિવારના પરિજનોની ઝોળીમાં પોતાની વ્યસન ની સામગ્રી ગુટકા, તમાકુ અર્પણ કરી ને આજીવન વ્યસન નહિ કરવા નો સંકલ્પ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *