ગાંધીનગર જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી કૌશિક પટેલ

Spread the love

મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, જનસુખાકારીના કામો થકી ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં ઉત્તરોત્તર વધારો કરવા રાજય સરકાર કટિબધ્ધ છે.આ માટે સમયબધ્ધ આયોજન અને જરૂરી નાણાંકીય ફાળવણી કરીને અસરકારક કામગીરી કરી છે જેના પરિણામે નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો થયો છે.

આજે ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને મહેસૂલ મંત્રીશ્રી કૌશિક પટેલે ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા વિકાસકામોના આયોજનો અને થયેલ વિકાસ કામોની સમીક્ષા કરતા ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસકામોનું આયોજન થઈ રહ્યું છે. કોરોનાના કપરાકાળમાં પણ રાજય સરકારના દષ્ટ્રિવંત આયોજનના પરિણામે રાજયની વણથંભી વિકાસ યાત્રાને અટકવા દીધી નથી. કોરોના અંતર્ગત પણ નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવા અને સંક્રમણથી સુરક્ષિત કરવા માટે અમારી સરકારે અપ્રતિમ કામગીરી કરી જેના લીધે સંક્રમણને અટકાવવામાં સફળતા મળી છે એટલુ જ નહીં આગામી સમયમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવ સંદર્ભે પણ નાગરિકોને ઉત્તમ સારવાર પૂરી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે અને સચિવશ્રીઓની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે.

મહેસૂલ મંત્રીશ્રીએ ઉમેર્યું કે જિલ્લા આયોજનના કામોમાં જે કામો મંજુર કરવામાં આવે તે સંભંવિત કોરોનાની લહેરને ધ્યાને રાખીને આરોગ્યને લગતાં કામોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, વિકાસના કામોની ગુણવત્તા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કોઈપણ જાતની ઢીલાસ રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં. કામોના સ્થળ બદલવા અંગે પણ કામના ધોરણોને પ્રાધાન્ય આપવા તેમણે સૂચન કર્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2021-22 માટે તાલુકાકક્ષાની વિવિધ જોગવાઈ જેવી કે, વિવેકાધીન જોગવાઈ, ખાસ અંગભુત જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈ અને ખાસ ભૌગોલિક પછાત વિસ્તાર જોગવાઈ માટે મળવાપાત્ર થતી રૂ. 475 લાખની ગ્રાંટની સામે 338 કામો રૂ. 492.50 લાખના, નગરપાલિકા જોગવાઈની મળવાપાત્ર થતી રૂ. 75 લાખની ગ્રાંટની સામે 10 કામો રૂ. 75.43 લાખના, જિલ્લા કક્ષાની જોગવાઈની મળવાપાત્ર રૂ. 150 લાખની ગ્રાંટ સામે રૂ. 150 લાખના કામો મંજુર કરવા સુચન કર્યું હતું. મંજુર કરવામાં આવેલ કામોમાં મુખ્યત્વે પાણી પુરવઠાના રૂ. 142.21 લાખના, ગ્રામ્ય માર્ગોના 135.44 લાખના ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના રૂ. 105.82 લાખના, સ્થાનિક વિકાસના રૂ. 85.10 લાખના, પ્રાથમિક શિક્ષણના, પોષણ અને આરોગ્ય રૂ. 40.56 લાખના તેમજ ભૂમિસંરક્ષણના રૂ. 47.50 લાખના અને વિજળીકરણના રૂ. 17.30 લાખના એમ મળી કુલ રૂ. 577.93 લાખના 351 કામોને મંજુર કરાયા છે જે કામો સત્વરે હાથ ધરાશે.

વૈશ્વિક મહામારી કોવિડ-19 સંદર્ભે કરાયેલ કામગીરી અને આગામી આયોજન અંગે મંત્રીશ્રીએ વિસ્તૃત ચર્ચા કરતાં જણાવ્યું કે, જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે માન. સંસદસભ્યશ્રી દ્વારા રૂ. 117.38 લાખ, વર્ષ 2021-22માં ધારાસભ્યશ્રી ફંડ હેઠળ મળવાપાત્ર થતી ગ્રાંટમાંથી તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા કુલ 68 કામો માટે રૂ. 490.40 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે. તદ્ઉપરાંત DMF જોગવાઈ હેઠળ રૂ. 51 લાખની ગ્રાંટ એમ મળી કુલ રૂ. 658.78 લાખની ગ્રાંટ આરોગ્યની સુવિધાઓ જેવી કે, ઓક્સિજન પ્લાન્ટ, તબીબી સાધનો, એમ્યુલન્સવાન, ઓક્સિજન કોન્સનટ્રેટર માટે ફાળવવામાં આવેલ છે.

મહેસૂલ મંત્રીશ્રીએ ઉમેર્યું કે વર્ષ 2020-21ના વિકેંન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ થયેલ કામોની સમીક્ષા કરી હતી જેમાં તાલુકા કક્ષાની જોગવાઈઓમાં 67 ટકા કામો પૂર્ણ થયા છે. નગરપાલિકા જોગવાઈમાં 70 ટકા, જિલ્લા વહીવટીતંત્રે, જિલ્લા કક્ષાની જોગવાઈમાં અનુક્રમે 35 અને 56 ટકા કામો પૂર્ણ થયેલ છે જ્યારે એટીવીટી જોગવાઈમાં 66 ટકા કામ પૂર્ણ થયા છે તેમજ બાકી રહેલ કામો ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું

કોવિડ-19ની મહામારીને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુસર મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના તાલુકા મથકોએથી ધારાસભ્યશ્રીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સહભાગી બનીને પોતાના વિચારો રજૂ કર્યાં હતા. ગાંધીનગર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી વિગતો પુરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com