ગુજરાતના નવા ડીજીપી જી.એસ. મલિક,અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં અનુપમસિંહ ગેહલોત, મનોજ શશીધરન,પિયુષ પટેલ,નવા પોલીસ કમિશનરની નિમણૂક ન થાય ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ રહી શકે

Spread the love

અમદાવાદ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે(6 જૂન) પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતના નવા પોલીસ વડા એટલે કે ડીજીપીના નામની સત્તાવાર જાહેરાત આજે હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ ગઈ છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને 1993 બેચના પોલીસ અધિકારી મૂળ હરિયાણાના જી.એસ. મલિકને રાજ્યના નવા પોલીસ વડા બનાવવામાં આવ્યા છે.1 જાન્યુઆરી, 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન રાવ કાર્યરત હતા. 5 મહિનાના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે. કે.એલ.એન રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. 1993ની બેચના IPS જી.એસ.મલિક BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. સિનિયર IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી. એસ. મલિક)ને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2028માં જી.એસ.મલિક રિટાયર્ડ થશે.

અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ

અનુપમસિંહ ગેહલોત(સુરત CP)
પિયુષ પટેલ(ACB ડાયરેક્ટર)
મનોજ શશીધરન(CBI)

અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે.
જી.એસ. મલિકની DGP તરીકેની નિમણૂક બાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. જેમાં અનુપમસિંહ ગેહલોત(સુરત CP), મનોજ શશીધરન(CBI), પિયુષ પટેલ(ACB ડાયરેક્ટર)નું નામ ચાલી રહ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ

જી.એસ.મલિક DGP તરીકેનો ચાર્જ લે અને નવા પોલીસ કમિશનરની નિમણૂક ન થાય ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પાસે પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ રહી શકે છે. આ ચાર્જ લાંબા સમય સુધી પણ રહી શકે છે.

ત્રણ દાયકાનો અનુભવ

હરિયાણાના જીંદ જિલ્લામાંથી આવતા જીએસ મલિક રાજ્ય અને કેન્દ્રમાં સેવાઓ આપી ચુક્યા છે. ગુજરાતમાં જીએસ મલિક અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નર્મદા સહિત ઘણા જિલ્લામાં પોલીસ અધિકારી તરીકે કામ કરી ચુક્યા છે. મલિકે પોતાના કરિયરની શરૂઆત કચ્છ જિલ્લામાં SP તરીકે કરી હતી

BSFમાં કરી ચૂક્યા છે કામ

બીએસએફમાં પણ સેવા આપી યુકેલા જી એસ મલિકને કેન્દ્ર અને રાજ્યમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ ભરૂચ જિલ્લાના એસપી પણ રહી ચુક્યા છે. 2003થી 2005 વચ્ચે તેમણે કરેલા કામોને આજે પણ લોકો યાદ કરે છે.

વડોદરામાં મળ્યો મેડલ

જીએસ મલિક વડોદરામાં પોલીસ ઓફિસર તરીકે ડ્યુટી કરી રહ્યાં હતા. વડોદરા રેન્જમાં કામ કરવા દરમિયાન મલિકને રાષ્ટ્રપતિ મેડલ મળ્યો હતો. તેમણે એક સ્કૂલની જે રીતે કાયાકલ્પ કરી હતી, તેની ખુબ ચર્ચા થઈ હતી. મલિકે આ દરમિયાન લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે પણ સારૂ કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *