અમેરિકા શેર બજારના કડાકા બાદ ભારતીય શેર બજારમાં સોમવારે મંદીના ભડાકા થશે

Spread the love
અમેરિકી શેર બજારમાં શુક્રવારે જાણે ભૂકંપ આવી ગયો. રોકાણકારો વચ્ચે વેચવાલીનો એવો દોર જોવા મળ્યો કે માત્ર બે કલાકની અંદર રોકાણકારોના 190 લાખ કરોડ રૂપિયા (2 ટ્રિલિયન ડોલર) સ્વાહા થઈ ગયા. વોલ સ્ટ્રીટ પર વર્ષ 2026નો સૌથી મોટો કડાકો જોવા મળ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે યુએસ જોબ માર્કેટના આંકડાઓથી શેર બજારની સાથે સાથે સોના અને ચાંદીમાં પણ ભારે વેચવાલી જોવા મળી.

કારોબારી સત્રના અંતે ડાઉ જોન્સ લગભગ 700 અંક, નાસ્ડેક 1100 પોઈન્ટથી વધુ તૂટીને બંધ થયા.

 

અમેરિકી શેર બજાર કેમ ગભરાયું?

યુએસ શેર બજારમાં ઘટાડાનું કારણ અને સોનું ચાંદી તૂટવાનું કારણ એક જેવું જ રહ્યું. વાત જાણે એમ હતી કે કાલે આવેલા યુએસ જોબ માર્કેટના આંકડાઓ આશા કરતા વધુ મજબૂત જોવા મળ્યા. આ આંકડાઓની મજબૂતાઈથી રોકાણકારો વચ્ચે એ સંદેશો ગયો કે હવે ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોને પહેલાની જેમ હાયર લેવલ પર રાખવામાં આવશે. ત્યારબાદ સ્થિતિ એવી થઈ કે રોકાણકારોએ તાબડતોબ વેચવાલી શરૂ કરી દીધી. ગણતરીના કલાકોમાં શેર બજારમાં આ કડાકાથી રોકાણકારોના 2 ટ્રિલિયન ડોલરનું ધોવાણ થઈ ગયું.

 

કઈ કંપનીઓને સૌથી વધુ નુકસાન

વોલ સ્ટ્રીટના ત્રણ જ સૂચકઆંકમાં ઘટાડાની અસર જોવા મળી. આ દરમિયાન સૌથી વધુ ઘટાડો ટેક્નોલોજીના શેરોમાં જોવા મળી. અમેરિકી શેર માર્કેટની સૌથી વધુ મજબૂત ગણાતી કંપની Nvidia, Alphabet અને Meta Platforms ના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો. બ્રોકોમના શેરોમાં ઘટાડાની સ્થિતિ એવી રહી કે 7 ટકા તૂટી ગયા. બજારમાં આ કડાકો અમેરિકાના જોબ માર્કેટનું મજબૂત થવું હતું.

 

જોબ માર્કેટના આંકડાઓ પર નજર

અમેરિકી જોબ માર્કેટ તરફથી બહાર પડેલા આંકડાઓ આશા કરતા બમણા થયા. મે મહિનામાં અમેરિકી કંપનીઓએ 1.72 લખ લોકોને રોજગારી આપી. ઈકોનોમિસ્ટ તરફથી 80000 નોકરીઓનું અનુમાન જતાવવામાં આવ્યું હતું. પરંતુ આ આંકડો બમણા પર પહોંચતા બધા ચોંકી ગયા. અમેરિકા પર સતત વધતા દેવા, ઈરાન જંગ વચ્ચે તણાવ અને મોંઘા થતા ક્રૂડ છતાં અમેરિકી ઈકોનોમીમાં તેજીની આશાથી યુએસ ટ્રેઝરી યીલ્ડમાં શાનદાર ઉછાળો આવ્યો. તેના વ્યાજ દર પણ 15 મહિનાના રેકોર્ડ લેવલ 4.16 ટકા પર પહોંચી ગયા.

 

ક્રિપ્ટો માર્કેટ પણ ધડામ, બિટકોઈનમાં મોટું ક્રેશ

શેર બજારની હલચલની સીધી અસર ક્રિપ્ટો કરન્સી માર્કેટ ઉપર પણ જોવા મળી. બિટકોઈનના ભાવમાં ભારે ઘટાડો આવ્યો અને તે ગગડીને 60690 યુએસ ડોલર નજીક પહોંચી ગયો. બજારમાં અચાનક આવેલી વેચવાલીથી છેલ્લા 24 કલાક દરમિયાન રોકાણકારોને લગભગ 1.8 અબજ ડોલર નુકસાન ઉઠાવવું પડ્યું. ક્રિપ્ટો ફિયર એન્ડ ગ્રીડ ઈન્ડેક્સ પણ ડરના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે.

 

ક્રૂડ ઓઈલ પણ ગગડ્યું

અમેરિકી જોબ માર્કેટના આંકડાઓના કારણે સોનું અને શેર બજાર બંને તૂટ્યા. પરંતુ આ બધા વચ્ચે રાહતના સમાચાર એ રહ્યા કે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝફાયર પર આવી રહેલા અપડેટ બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 93 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા. તેનાથી મોંઘવારીમાં પણ કમી જોવા મળી શકે છે. દુનિયાના સૌથી મજબૂત બજારથી મળી રહેલા સંકેતોની અસર આવનારા સમયમાં ભારતીય શેર બજાર પર જોવા મળી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *