ચીનમાંથી થતા સ્ટેનલેસ સ્ટીલ આયાતોથી ગુજરાતના MSME ઉદ્યોગ પર સંકટ, હજારો રોજગાર અને કરોડોનું રોકાણ જોખમમાં

Spread the love

સ્ટેનલેસ સ્ટીલ ઇન્ડકશન ફર્નેસ એસોસિએશન ગુજરાત તથા સ્ટેનલેસ સ્ટીલ રી-રોલર્સ એસોસિએશન ગુજરાત, જે સ્ટેનલેસ સ્ટીલ મૂલ્ય શ્રેણી સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (ખજખઊત)નું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનો પર લાગુ ક્વોલિટી ક્ધટ્રોલ ઓર્ડર (ચઈઘ)ને તાજેતરમાં સ્થગિત કરવામાં આવતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

બંને એસોસિએશનોનું કહેવું છે કે ચઈઘના સ્થગનથી ચીનમાંથી ઓછી કિંમતે આવતા સ્ટેનલેસ સ્ટીલ આયાતો માટે માર્ગ ખુલ્લો થઈ ગયો છે. જેના કારણે સ્થાનિક ખજખઊ ઉત્પાદકો પર ભારે દબાણ ઊભું થયું છે અને ભારતીય ઉદ્યોગકારો દ્વારા કરાયેલા મોટા રોકાણો તથા હજારો રોજગાર જોખમમાં મુકાયા છે.

શ્રી વિનય જૈન, અધ્યક્ષ, સ્ટેનલેસ સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ એસોસિએશન ગુજરાતે જણાવ્યું: “ચઈઘનો અમલ ગુણવત્તાનું પાલન સુનિશ્ચિત કરવા અને બજારમાં તમામ હિતધારકો માટે સમાન તક ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવ્યો હતો. આ નીતિ પર વિશ્વાસ રાખીને સેંકડો ખજખઊ એકમોએ ઉત્પાદન ક્ષમતા વધારવા, આધુનિકીકરણ અને રોજગાર સર્જનમાં રોકાણ કર્યું હતું. ચઈઘનું અચાનક સ્થગન ઉદ્યોગના વિશ્વાસને નબળું પાડે છે અને સ્થાનિક ઉત્પાદકોને એવા આયાતી ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવા મજબૂર કરે છે, જે કદાચ સમાન પાલન ધોરણોને આધીન ન હોય. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ચઈઘને તાત્કાલિક પુન: સ્થાપિત કરવામાં આવે અને ભારતના ઉત્પાદન ક્ષેત્રનું રક્ષણ કરવામાં આવે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *