
સમુદ્રી પરિવહનને જોખમ હોવાનો અમેરિકા ( America) નો દાવો
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ સોશિયલ મીડિયા પર કાર્યવાહી અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ ડ્રોનના કારણે વિસ્તારના સમુદ્રી પરિવહનને તાત્કાલિક જોખમ ઊભું થયું હતું. સુરક્ષાના હિતમાં ડ્રોનને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
ભવિષ્યના હુમલા અટકાવવા રડાર મથકો નિશાને
અમેરિકી સંરક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં આવા હુમલાઓને અટકાવવા માટે હોર્મુઝ જળમાર્ગ નજીક આવેલા એક દ્વીપ સહિત અનેક દરિયાકાંઠાના રડાર મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં અમલમાં રહેલા અસ્થાયી યુદ્ધવિરામ પર પણ સવાલો ઊભા થયા છે.
કૂવૈત એરપોર્ટ હુમલા બાદ ગરમાઈ સ્થિતિવધી
આ સૈન્ય અથડામણનો બનાવ આ અઠવાડિયાની શરૂઆતમાં કૂવૈતના મુખ્ય એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલા બાદ સામે આવ્યો છે. અહેવાલો મુજબ, ઈરાની ડ્રોન હુમલામાં પેસેન્જર ટર્મિનલને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી.
ટ્રમ્પે કહ્યું- સ્થિતિ સારી રીતે આગળ વધી રહી છે
આ દરમિયાન વધતા તણાવ અને યુદ્ધવિરામ ભંગ થવાની આશંકાઓ વચ્ચે અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ Donald Trumpએ વિસ્કોન્સિનમાં ખેડૂતો સાથેના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઈરાન સાથેની સ્થિતિ હાલ સારી રીતે આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે અમેરિકા આ મુદ્દે ખૂબ જલ્દી અને મજબૂત નિર્ણય લેશે, પછી ભલે તે રાજદ્વારી વાતચીત દ્વારા હોય કે કડક પગલાં દ્વારા.
વૈશ્વિક સુરક્ષા અને વેપાર પર ચિંતાના વાદળ
વિસ્તારમાં વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક સુરક્ષા અને સમુદ્રી વેપાર પર તેની અસર અંગે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.