
વિશ્વનું આશરે 20 ટકા ક્રુડ ઓઈલનો સપ્લાઈ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)માંથી પસાર થાય છે.
તે છેલ્લા આશરે 100 દિવસથી ભારે અસર પામેલ છે. તેને પગલે વૈશ્વિક ઊર્જા પુરવઠા (Global Energy Supply) પર ગંભીર અસર થઈ છે. આંતરરષ્ટ્રીય એનર્જી એજન્સી (IEA) પ્રમાણે 28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું ત્યારાદ દરરોજ 1.28 કરોડ બેરલ ક્રુડ ઓઈલનો સપ્લાય અવરોધાયો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સપ્લાઈમાં સુધારો નહીં થાય તો ઈન્વેન્ટ્રી ઘટવાથી ક્રુડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે.
IMF પ્રવક્તા જુલી કોજૈકે જણાવ્યું હતું કે યુદ્ધ પહેલા વૈશ્વિક ઓઈલ ભંડાર આશરે 8 અબજ બેરલની ઊંચી સપાટી પર હતો, પણ જુલાઈ સુધી તે ઘટીને આશરે 7.5 અબજ ડોલર રહેવાનો અંદાજ છે.
તે છેલ્લા પાંચ વર્ષના નીચા સ્તરે છે. કોજૈકે કહ્યું કે ક્રુડ ઓઈલ ઉપરાંત જેટ ફ્યુઅલ, રિફાઈન્ડ પ્રોડક્ટ્સ તથા પેટ્રોકેમિકલ્સ જેવા ઓઈલ ઉત્પાદનોનો ભંડાર ઝડપભેર ઘટી રહ્યો છે. તેને લીધે ઊર્જા બજારમાં ભારે દબાણ આવી શકે છે. એનર્જી સંકટને ઓછું કરવા માટે માર્ચમાં IEAના 32 સભ્ય દેશોએ પોતાના ઈમર્જન્સી સ્ટોકથી 40 કરોડ બેરલ ઓઈલ ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી.
તે અંતર્ગત અમેરિકા પણ પોતાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ સ્ટોક (SPR)થી 17.2 કરોડ બેરલ ઓઈલ છૂટું કરી રહ્યા છે. જોકે અમેરિકાના એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA)ની આંકડાકીય માહિતી પ્રમાણે 29 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકાની વ્યૂહાત્મક જથ્થો આશરે 35.7 કરોડ બેરલ રહી ગયો છે, જે છેલ્લા ચાર દાયકામાં સૌથી નીચે સ્તરે છે.
યુદ્ધ શરૂ થયું ત્યારબાદથી ક્રુડની કિંમતોમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે અત્યાર સુધીમાં યુદ્ધ અગાઉના સ્તરની તુલનામાં ભાવ આશરે 35 ટકા વધારે છે.