દેશની PMC પછી પણ આ બેન્કો પણ મુશ્કેલીમાં હોવાની ચર્ચા  

Spread the love

દેશમાં પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક દ્વારા દેવાળું ફૂંકી દેવાયા પછી બેન્કિંગ ક્ષેત્રને લઈને લોકોમાં ફફડાટ ફેલાયેલો છે. પીએમસી બેન્ક કૌભાંડના આરોપીઓની બુધવારે કોર્ટ દ્વારા સતત ત્રીજા દિવસે કસ્ટડી લંબાવાઈ હતી. પીએમસી બેન્ક કૌભાંડના આરોપીઓ રાકેશ વાધવાન, સારંગ વાધવાન અને વરિયમસિંહને કોર્ટે 23 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડિમાં મોકલી આપ્યા છે. બીજી તરફ કિલ્લા કોર્ટની બહાર વિરોધ કરી રહેલા ખાતાધારકોને પોલીસ વાનમાં કમિશનર ઓફિસ લઈ જવાયા હતા, જ્યાં પોલીસ કમિશનર અને ખાતાધારકો વચ્ચે વાટાઘાટો ચાલી હતી.

પીએમસી બેન્ક કૌભાંડમાં સોમવાર અને મંગળવાર દરમિયાન બે ખાતાધારકનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું હતું. આથી બુધવારે પીએમસી ખાતાધારકોએ કિલ્લા કોર્ટની બહાર 2 મિનિટનું મૌન રાખીને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રદર્શનકારીઓ પોતાના પૈસા પાછા આપવાની માગણી કરી રહ્યા હતા.  મુંબઈની પીએમસી બેન્ક ઉપરાંત દેશમાં અન્ય અનેક સહકારી બેન્ક પણ મુશ્કેલીમાં ફસાયેલી છે. વર્ષ 2017-19 વચ્ચે બહાર પાડવામાં આવેલી યાદી મુજબ નીચેની સહકારી બેન્કો અત્યારે નાણાકિય કટોકટીમાંથી પસાર થઈ રહી છે અને ગમે ત્યારે બંધ થઈ શકે છે.

મુશ્કેલીમાં મુકાયેલી કો-ઓપરેટિવ બેન્ક

પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક, વસંતદાદા સહકારી નાગરી સહકારી બેન્ક, વિઠ્ઠલરાવ વિખે પાટિલ સહકારી બેન્ક, કરાડ જનતા સહકારી બેન્ક, શિવાજીવરાવ નિલાંગેકર કો-ઓપરેટિવ બેન્ક, માપુસા અર્બન કો-ઓપરેટિવ બેન્ક

CKP કો-ઓપરેટિવ બેન્ક, ભીમાવરમ અર્બન કો-ઓપરેટિવ બેન્ક, ભારતી કો-ઓપરેટિવ અર્બન બેન્ક, બિદાર અર્બન મહિલા કો-ઓપરેટિવ બેન્ક, કપોલ કો-ઓપરેટિવ બેન્ક, મરાઠા સહકારી બેન્ક, મુધોલ કો-ઓપરેટિવ બેન્ક, યુપી સિવિલ સેક્રેટરિએટ પ્રાઈમરી કો-ઓપરેટિવ બેન્ક

ઈન્ડિયન મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક, ભાગ્યોદય અર્બન કો-ઓપરેટિવ બેન્ક, યુનાઈટેડ કો-ઓપરેટિવ બેન્ક, કોલકાતા મહિલા કો-ઓપરેટિવ બેન્ક, યુથ ડેવલપમેન્ટ કો-ઓપરેટિવ બેન્ક, રૂપી કો-ઓપરેટિવ બેન્ક, શ્રી આનંદ કો-ઓપરેટિવ બેન્ક, શિવમ સહકારી બેન્ક

નાણા મંત્રાલયને UCBની ખબર જ નથી 
નાણા મંત્રાલયમાં અર્બન કો-ઓપરેટિવ બેન્ક (UCB) પર દેખરેખ રાખવાની કોઈ વ્યવસ્થા જ નથી. મંત્રાલયમાં UCB અંગે કોઈ અલગ વિભાગ નથી. અર્બન કો-ઓપરેટિવ બેન્કોની ધિરાણ વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા હોવા છતાં પણ સરકાર તરફથી તેના પર દેખરેખની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. 2004માં દેશમાં 1926 શહેરી કો-ઓપરેટિવ બેન્ક હતી, જે 2018 સુધીમાં ઘટીને 1551 થઈ ગઈ છે.

અર્બન કો-ઓપરેટિવ બેન્કનું નિયમન આરબીઆઈ અને કૃષિ મંત્રાલય અંતર્ગત આવે છે. તે MSCS એક્ટ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કામકાજ કરે છે. અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં મેનેજમેન્ટમાં ફેરફારનો અધિકાર કૃષિ મંત્રાલય પાસે છે. હવે, મોડે મોડે જાગેલી સરકાર NBFC જેવી અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન બનાવવા પર કામ કરી રહી છે.

દેશમાં અર્બન કો-ઓપરેટિવ બેન્કની ક્ષમતા

સંખ્યાઃ 1551

ડિપોઝિટઃ રૂ.5,56,500 કરોડ

કુલ લોનઃ રૂ.2,80,500 કરોડ

નફોઃ રૂ.4,000 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com