દેશભરમાં દૂધની ગુણવત્તા પર ફરી પ્રશ્નો થયા છે. FSSAIના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મે 2018થી ઓક્ટોબર 2018ના સર્વેમાં ખુલાસા સામે આવ્યા છે. એક હજાર 103 શહેરોના 6 હજાર 432 નમૂનાઓ પર નિરીક્ષણ થશે. આ સર્વેમાં 41 ટકા દૂધના નમૂના ફેઈલ થયા છે. જેમાં ગુણવત્તા અને સુરક્ષાના માનાંકોની ઉણપો જોવા મળી છે. આ સર્વે દરમિયાન 7 ટકા નમૂના અતિ હાનિકારક છે. FSSAIના સર્વેમાં કાચા અને પેક કરેલુ દૂધ લેવામાં આવ્યું હતું. સર્વે મામલે FSSAIના CEO પવન યાદવે દાવો કર્યો છે. અને તેમણે જણાવ્ય હતું કે આ લીધેલા નમૂનામાં માત્ર ભેળસેળ જ થઇ નથી. દૂધ હાનિકારક પદાર્થોથી દૂષિત પણ છે. પ્રોસેસ્ડ દૂધના નમૂનામાં હાનિકારક પદાર્થો મળ્યા છે. એફ્લૉક્શિન-એમ 1, એંટિબાયોટિક, જંતૂનાશકો મળી આવ્યાં છે. 6 હજાર 432 નમૂના માંથી 368માં એફ્લૉક્શિન-એમ 1 વધુ છે.
ગુજરાત સહિત કેટલાક રાજ્યોના સેમ્પરમાં કેમિકલ
દિલ્હી, તમિલનાડૂ અને કેરળમાં દૂધની માત્રા વધારે છે. ત્યાંના દૂધના 7 ટકા નમૂના માનવ ઉપયોગ માટે સુરક્ષિત નથી. 1.2 ટકા દૂધમાં એંટિબાયોટિકની માત્રા વધારે છે. UP, મહારાષ્ટ્ર અને MPમાં એન્ટિબાયોટિકનું પ્રમાણ વધારે છે. તો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગુજરાતના સેમ્પલમાં પણ એન્ટિબાયોટિક્સનું પ્રમાણ જોવા મળ્યું છે.
દૂધમાં શું ભેળવવામાં આવે છે?
દૂધમાં એમોનિયમ સલ્ફેટ ભેળવવામાં આવે છે
યુરિયા, માલ્ટો ડેકસ્ટ્રીનની ભેળસેળ કરવામાં આવે છે
પાણી અને સુક્રોઝની ભેળસેળ થતી હોય છે
સિન્થેટીક દૂધ બનાવવા માટે અલગ અલગ ટાઈપના શેમ્પુનો ઉપયોગ થાય છે
દૂધના ઉત્પાદનોમાં સામાન્ય રીતે ડિટરજન્ટની ભેળસેળ થાય છે
સફેદ પેઈન્ટ, કોસ્ટિક સોડા અને રિફાઈન્ડ તેલની ભેળસેળ થાય છે
યુરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ અને ફોરમેલિને ભેળવવામાં આવે છે
અમુક કેમિકલ બગાડ કે કોહવાણ રોકનારું હોય છે
જંતુવિનાશક ગેસનું પાણી સાથેનું મિશ્રણ પણ ભેળવવામાં આવે છે
ભેળસેળ બાદ દૂધની જાડાઈ ટકી રહે છે
દૂધમાંથી બનતી મીઠાઈ કે ઘી લાંબા સમય સુધી ખરાબ નથી થતાં