:કેન્દ્રીય કર્મચારીઓ 8માં પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે ત્યારે તે અગાઉ 2 વખત મોંઘવારી ભથ્થા એટલે કે DAની ભેટ મળવા જઈ રહી છે. હકીકતમાં 8માં પગાર પંચે તેની ભલામણો સરકારને સોંપવા માટે સોંપવા માટે 18 મહિનાનો સમય મળ્યો છે. હવે 8માં પગાર પંચની ભલામણો આવે તે અગાઉ સરકારે બે વખત DA વધારવાનો નિર્ણય કરશે. તે જુલાઈથી ડિસેમ્બર છ મહિના અને જાન્યુઆરીથી જૂન છ મહિના માટે ઈશ્યુ કરશે.
જુલાઈના છ મહિના માટે કેટલો વધારો થશે
તાજેતરના મોંઘવારીના આંકડાકીય માહિતીના આધાર પર જુલાઈથી ડિસેમ્બર 2026 માટે કર્મચારીઓના DAમાં 3 ટકા સુધી વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. શ્રમ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-IW) પ્રમાણે માર્ચ 2026માં ઈન્ડેક્સ 149.1 હતું. જે એપ્રિલ 2026માં વધી 149.90 થઈ ગયો છે.
આ અવધિમાં ઔદ્યોગિક શ્રમિકોનો છૂટક મોંઘવારી દર પણ 4.27 ટકાથી વધી 4.46 ટકા થઈ ગયો છે. આ આંકડાકીય માહિતીન આધાર પર મોંઘવારી ભથ્થાની ગણતરી આશરે 62.51 ટકા થાય છે. જે નિયમ પ્રમાણે વધીને 63 ટકા કરવામાં આવી શકે છે.
જુલાઈથી DA 63 ટકા કરવામાં આવે
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સે DA 60 ટકા છે. જુલાઈથી DA 63 ટકા કરવામાં આવે છે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. જોકે અંતિમ નિર્ણય તો મે અને જુન 2026ના AICPI-IW આંકડાકીય માહિતી તથા કેન્દ્રીય મંત્રિમંડળની મંજૂર બાદ જ લેવાશે.
કેન્દ્રીય કર્મચારીઓના લાખો કર્મચારીઓ તથા પેન્શનર્સને 8માં પગાર પંચની ભલામણોની રાહ જોવાઈ રહી છે. અલબત જાન્યુઆરીથી જૂન 2027 માટે DAમાં વધારો કરવાની જાહેરાત માર્ચ અથવા એપ્રિલ 2027 સુધી થઈ શકે છે.
