ગુજરાતમાં આ જગ્યાએ છુપાયેલું છે ‘બ્લેક ગોલ્ડ’, ONGCને 600 તેલ કૂવા ખોદવા મળી મંજૂરી

Spread the love
મધ્યપૂર્વમાં યુદ્ધે ભારતને તે અનુભવ કરાવી દીધો છે કે તેલ અને ગેસ માટે આત્મનિર્ભર થવું કેટલું જરૂરી છે. હોર્મુઝનો રસ્તો બંધ થવાથી ભારતે ઉર્જા સંકટનો સામનો કરવો પડ્યો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થયો છે. પરંતુ હવે ભારતે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે કમર કસી લીધી છે. જમીનની નીચે દબાયેલા તેલ અને ગેસ ભંડારને શોધવા માટે તૈયારી કરી લેવામાં આવી છે.

ONGCએ 600 નવા તેલ કૂવા ખોદવા માટે મંજૂરી આપી છે.

 

ગુજરાતમાં આ જગ્યાએ થશે ખોદકામ

ઓએનજીસી મહેસાણા એસેટ હેઠળ આવતા 600 નવા તેલ કૂવાને ખોદવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. ગુજરાત માટે ઉર્જા ક્ષેત્રે આ સારા સમાચાર છે. ઓએનજીસીના મહેસાણા એસેટને સરકાર તરફથી આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં કાચા તેલ અને કુદરતી ગેસના ઉત્પાદનને વેગ મળશે.

આ જિલ્લાઓમાં થશે તેલ અને ગેસનું ઉત્પાદન

મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાં આવેલા 37 PML બ્લોક્સમાં 60 કૂવાઓમાં ઓનશોર ડ્રિલિંગ તથા તેલ અને ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. ભારતના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ મંજૂરી પત્ર જાહેર કરી દેવામાં આવી હતી.

પ્રોજેક્ટને મળી આખરી મંજૂરી

મંત્રાલય દ્વારા 25 મે 2026ના રોજ આ પ્રોજેક્ટને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે. ઓએનજીસીના મહેસાણા એસેટ હેઠળ 600 જગ્યાએ ડ્રિલિંગથી તેલ અને ગેસના ઉત્પાદનમાં વધારો થશે. જેનાથી દેશ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધશે. આ સાથે ઘણી નવી રોજગારીની તકો પણ ઉભી થશે. જેનો ફાયદો સ્થાનિકોને મળશે.

રોજગારીની તકોમાં પણ થશે વધારો

ઓએનજીસીના આ પ્રોજેક્ટને કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આર્થિક ગતિવિધિને વેગ મળશે. જેના કારણે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો સર્જાછે. એન્જિનિયર, ટેક્નિશિયન તથા સ્થાનિક શ્રમિકોને રોજગારીની તકો મળશે. આ સિવાય અન્ય કેટલાક વેપારમાં પણ તેનાથી ફાયદો થશે.

 

વિદેશી આત્મનિર્ભરતા ઓછી થશે

ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે. જેથી દેશના વિદેશી હુંડિયામણ પર પણ અસર પડે છે. પરંતુ હવે મહેસાણામાં 600 કૂવાઓમાં એક સાથે ઉત્પાદન શરૂ થવાથી દેશ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *