હોર્મુઝ બંધ કરીને કુવૈત, બહેરીન પર ઈરાનના હવાઈ હુમલા: અમેરિકાના વળતા પ્રહારથી ઈરાન ખેદાન-મેદાન

Spread the love

અમેરિકા ઈરાનની ‘આર્થિક વોર’ વિશ્ર્વને ‘પાયમાલ’ કરી દેશે?

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સીધી અસર અને આકાશી નાકાબંધી: કુવૈતે ઈરાની હુમલાના ડરે પોતાની

 

એરસ્પેસ બંધ કરીને ફ્લાઈટ્સ ડાયવર્ટ કરી, ઉત્તરી ઈઝરાયેલમાં હોમ ફ્રન્ટ એલર્ટ જાહેર

 

ઈરાનની નાપાક ચાલ સામે વૈશ્ર્વિક દેશો એક જૂથ: અમેરિકા અને યુરોપ સહિત વિશ્ર્વના 22 દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને ઈરાનને આંતરરાષ્ટ્રીય સ્તરે આખરી ચેતવણી આપી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો અમેરિકા -ઈરાન સંઘર્ષ હવે અત્યંત ભયાનક અને વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાન દ્વારા વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ ટ્રાન્ઝિટ રૂટ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત અને ત્યારબાદ કુવૈત તેમજ બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર કરાયેલા મિસાઈલ હુમલાથી આખો વિસ્તાર યુદ્ધના સળગતા હોમકુંડમાં ફેરવાઈ ગયો છે. બીજી તરફ, અમેરિકાએ વળતા પ્રહારમાં ઈરાનના સૈન્ય માળખાને ખેદાન-મેદાન કરી નાખ્યું છે.

 

ઈરાનના ટોચના સંયુક્ત સૈન્ય કમાન્ડે આંતરરાષ્ટ્રીય સ્તરે અતિ મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગને તેલના ટેન્કરો અને કોમર્શિયલ જહાજો સહિત તમામ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ઈરાની સૈન્ય દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વહાણ પર સીધું ફાયરિંગ કરવામાં આવશે.ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ, આ આદેશ બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે કોમર્શિયલ જહાજોને ઈરાનની ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ’ નેવીએ નિશાન બનાવ્યા છે. જો કે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડએ ઈરાનના આ દાવાને ફગાવતા જણાવ્યું છે કે હોર્મુઝમાંથી હજુ પણ કોમર્શિયલ જહાજોની અવરજવર ચાલુ છે અને કોઈ યુએસ યુદ્ધ જહાજ પર હુમલો થયો નથી.

 

અમેરિકી કાર્યવાહીના જવાબમાં ઈરાનની ઈંછૠઈ એરોસ્પેસ ફોર્સ અને નૌકાદળે ખાડી દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર બે મોટા જવાબી હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે તેમણે કુવૈતમાં આવેલા અલી અલ-સાલેમ અને અહેમદ અલ-જાબેર એર બેઝ તેમજ બહેરીનના શેખ ઈસા એર બેઝ સહિત કુલ 18 મહત્વપૂર્ણ અમેરિકી સૈન્ય સ્થાનોને બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે નિશાન બનાવ્યા છે.

આ ભયાનક હુમલાને પગલે કુવૈત સિવિલ એવિએશન ઓથોરિટીએ તુરંત જ પોતાની એરસ્પેસ કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે અને તમામ ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. કુવૈત આર્મીની એર ડિફેન્સ સિસ્ટમ્સ આકાશમાં દેખાયેલા ઈરાની સૈન્ય લક્ષ્‍યો નો સામનો કરી રહી છે. આ ઉપરાંત, લેબનોન તરફથી ઉત્તરી ઈઝરાયેલ પર પણ રોકેટ હુમલા થતા ઈઝરાયેલી હોમ ફ્રન્ટ કમાન્ડે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે.

 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક આદેશ બાદ યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની આક્રમકતાનો જડબાતોડ જવાબ આપતા ભારે બોમ્બમારો શરૂ કર્યો છે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું કે અમેરિકાએ ઈરાનના સૈન્ય સર્વેલન્સ કેન્દ્રો, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને એર ડિફેન્સ સાઈટ્સને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી છે. અમેરિકી દળોએ ઈરાન પર 49 ટોમાહોક મિસાઈલો દાગી છે.અમેરિકી હુમલાના કારણે પશ્ચિમી તેહરાન, બંદર અબ્બાસ, સિરિક, મિનાબ, ગોરગાન, તેમજ ક્યુશમ અને હેંગામ આઈલેન્ડ સહિત ઈરાનના 7 થી વધુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટો સંભળાયા છે અને ઈરાનનું સૈન્ય માળખું ધ્વસ્ત થઈ ગયું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર સિરિક શહેરમાં 20,000 થી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડતા બે જળાશયો તોડી પાડવાનો અને ‘યુદ્ધ અપરાધ’ કરવાનો આરોપ લગાવ્યો છે.

 

સમગ્ર વિસ્તાર અમેરિકા માટે નરક બની જશે: ઈરાન

 

ઇરાનની ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ’ એ કુવૈત અને બહેરીનમાં આવેલા 18 મહત્વપૂર્ણ અમેરિકી મથકો પર બે તબક્કામાં જવાબી હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે.ઇરાનના કમાન્ડર બ્રિગેડિયર જનરલ મજિદ મૂસવીએ અમેરિકાને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝની સામુદ્રધુનીને અસુરક્ષિત કરવામાં આવશે, તો તેઓ સમગ્ર વિસ્તારને અમેરિકા માટે ‘નરક’ બનાવી દેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *