ઘરમાં નોકર રાખતા પહેલા ચેતજો: બેન-બનેવી અને સાળીએ મળીને ઘરમાંથી 12 કરોડના દાગીના ચોરી લીધા, બોર્ડર પરથી ઝડપાઈ ગયા

Spread the love
હૈદરાબાદના એક બિઝનેસમેને જે પતિ-પત્નીને ઘરની જવાબદારી સોંપી હતી, તેઓ કરોડોના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. લગભગ 12 કરોડની કિંમતનું 7 કિલો સોનું અને એક કિલો ચાંદી સાથે દંપતી નેપાળ ભાગી રહ્યા હતા. પણ બિલાસપુર પોલીસે ત્રણેય લોકોને દબોચી લીધા. પછી જાણવા મળ્યું કે બેન-બનેવી સાથે સાળી પણ આ કરતૂતમાં સામેલ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઘરેલૂ કામકાજ કરતા હતા અને માલિક ઘરમાંથી બહાર જતાં ત્યારે તેનો ફાયદો ઉઠાવી આ ઘટનાને અંજામ આપ્યો.

 

શું છે સમગ્ર મામલો

 

આ મામલો હૈદરાબાદનો છે. અહીં 7 જૂનના રોજ એક મોટા વેપારીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. શરુઆતમાં આ એક બ્લાઈંડ કેસની માફક લાગતો હતો, એટલે કે પોલીસ પાસે કોઈ પ્રત્યક્ષ પુરાવા નહોતા. તેલંગણા પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી હતી. આ દરમ્યાન અમુક મહત્ત્વની જાણકારી તેમના હાથે લાગી. જેને રામપુર પોલીસ સાથે શેર કરી.

 

રામપુરના પોલીસ અધીક્ષક સોમેન્દ્ર મીનાના જણાવ્યા અનુસાર, તેલંગણા પોલીસની ટીમ સતત ટેકનિક સર્વિલાંસ દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. લોકેશનના આધાર પર જાણવા મળ્યું કે અમુક શંકાસ્પદ લોકો નેપાળ તરફ ભાગવાની ફિરાકમાં છે. ત્યાર બાદ તેલંગાણા પોલીસ અને રામપુર પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી શરુ કરી. બિલાસપુર વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન એક બસને રોકવામાં આવી. પોલીસને સૂચના હતી કે આરોપી બસ દ્વારા નેપાળ તરફ જઈ શકે છે. તપાસ દરમ્યાન બસમાં સવાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી. તેમાંથી બે મહિલા અને એક પુરુષ પણ સામેલ હતો. પૂછપરછ અને તલાશી લેતા જે હાથમાં આવ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી લગભગ 7 કિલો સોનું અને લગભગ એક કિલો ચાંદી મળી આવ્યું. તેની અનુમાનિત કિંમત લગભગ 12 કરોડ રુપિયા હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ નેપાળના રહેવાસી છે. તેમાંથી કમલ અને તેની પત્ની પૂનમ હૈદરાબાદમાં બિઝનેસમેનને ત્યાં નોકરી કરતા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ઘટનામાં સુરેશ થાપા નામનો એક અન્ય શખ્સ પણ સામેલ હતો, જે હાલમાં ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. માનવામાં આવે છે કે ચોરી માટેનો આખો પ્લાન પહેલાથી તૈયાર હતો અને ઘટના બાદ આરોપી નેપાળ ભાગવાનો પ્લાન બનાવી રહ્યા હતા.

 

આ સમગ્ર મામલામાં ફરી એક વાર ઘરેલૂ કર્મચારીઓના વેરિફિકેશનની જરુરિયાતને સામે લાવી દીધી છે. પોલીસ અધીક્ષક સોમેન્દ્ર મીણાએ લોકોને જણાવ્યું છે કે ઘરમાં કોઈ નોકર અથવા કર્મચારી રાખતા પહેલા તેનું પોલીસ પાસે વેરિફિકેશન જરુર કરાવો. સાથે જ તેની પૃષ્ઠભૂમિ અને ગતિવિધિ પર પણ નજર રાખો. પોલીસનું કહેવું છે કે થોડી સાવધાની ઘણી વાર મોટા નુકસાનથી બચાવી શકે છે.

કરોડો રુપિયાના દાગીના ચોરીના આ મામલામાં દંપતી અને તેમની સાળીને હવે તેલંગાણા પોલીસ સાથે લઈ ગઈ છે. બુધવારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. ત્યાર બાદ તેલંગણા પોલીસે તેમને રામપુરથી લઈ રવાના થઈ ગઈ. શરુઆતી તપાસમાં સામે આવ્યું કે આરોપી લગભગ એક મહિના પહેલા જ બિઝનેસમેનના ઘરે કામ પર લાગ્યા હતા અને ઘરની આખી જાણકારી હોવાના કારણે આ ઘટનાને અંજામ આપી નેપાળમાં ભાગવાનો પ્લાન બનાવી રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *