વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃતવ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે ભાજપાનું વિશેષ સંપર્ક અભિયાન

Spread the love

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ગાંધીનગર ખાતે જાણીતા શિક્ષણવિદ અને સામાજિક અગ્રણી શ્રી અનિલભાઈ પટેલ તેમજ સામાજિક કાર્યકર્તા શ્રીમતી પારૂલબેન મહેતા સાથે મુલાકાત કરી

*આ મુલાકાત દરમ્યાન ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, પ્રભારીશ્રી નીરવભાઈ અમીન સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં*

 

 

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃતવ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે ભાજપાના વિશેષ સંપર્ક અભિયાન અન્વયે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ગાંધીનગર ખાતે જાણીતા શિક્ષણવિદ અને સામાજિક અગ્રણી શ્રી અનિલભાઈ પટેલ તેમજ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કાર્યકર્તા શ્રીમતી પારૂલબેન મહેતા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી વિશ્વકર્માએ મોદી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ઐતિહાસિક સિદ્ધિઓ અને રાષ્ટ્રનિર્માણના કાર્યો વિશે શ્રી વિશ્વકર્માએ સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, પ્રભારીશ્રી નીરવભાઈ અમીન સહિત ભાજપા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *