
શહેરના રૂખડીયાપરામાં આજી નદીના મેદાનમાંથી વર્ષ 2018 માં એક બાળકનું ધડ વિનાનું માથું મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે મામલાનો ભેદ આઠ વર્ષે ઉકેલાયો છે. બંગાળથી બાળકોને મજૂરી અર્થે લાવી ઠેકેદાર અજિત મૌલા તેમની પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો. તે દરમિયાન એક બાળકનું મોત થઇ જતાં પોતાનું પાપ છુપાવવા હેવાને છરી વડે બાળકનું માથું ધડથી અલગ કરી નદીમાં ફેંકી દીધું હતું.
બાળકને ત્રણ દિવસ ભૂખ્યો રાખી, પેટમાં પાટુ મારી પતાવી દીધો : મૃતદેહ કોથળામાં ભરવા માથું ધડથી અલગ કરી દીધું
બાળકને ત્રણ દિવસ ભૂખ્યો રાખી, પેટમાં પાટુ મારી પતાવી દીધો : મૃતદેહ કોથળામાં ભરવા માથું ધડથી અલગ કરી દીધું
બાળકને ત્રણ દિવસ ભૂખ્યો રાખી, પેટમાં પાટુ મારી પતાવી દીધો : મૃતદેહ કોથળામાં ભરવા માથું ધડથી અલગ કરી દીધા
ધડ વિનાનું માથું મળવાના મામલે આઠ વર્ષે અનેક ઘટસ્ફોટ
શહેરના રૂખડીયાપરામાં આજી નદીના મેદાનમાંથી વર્ષ 2018 માં એક બાળકનું ધડ વિનાનું માથું મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે મામલાનો ભેદ આઠ વર્ષે ઉકેલાયો છે. બંગાળથી બાળકોને મજૂરી અર્થે લાવી ઠેકેદાર અજિત મૌલા તેમની પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો. તે દરમિયાન એક બાળકનું મોત થઇ જતાં પોતાનું પાપ છુપાવવા હેવાને છરી વડે બાળકનું માથું ધડથી અલગ કરી નદીમાં ફેંકી દીધું હતું.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયાના નેતૃત્વ હેઠળ એસઓજી અને એએચટીયુની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) અને બાળ મજૂરીનું નેટવર્ક પકડી પાડવાની સાથો-સાથ, વર્ષ 2018માં થયેલી એક માસુમ બાળકની ઘાતકી હત્યાનો ભેદ ડીએનએ રિપોર્ટના આધારે ઉકેલવામાં સફળતા મળી હતી. વર્ષ 2025 જૂન માસમાં શહેર એસઓજી તથા એએચટીયુ પોલીસની ટીમે દરોડો પાડી પશ્ચિમ બંગાળના 21 બાળ શ્રમિકોને રેસ્ક્યુ કર્યા હતા. બાળકોનુ કાઉન્સેલીંગ કરતા તેમની ઉપર શારીરીક અત્યાચાર થયેલ હોવાનુ જણાતા બાળકોની મેડીકલ તપાસણી તથા સારવાર કરાવવામાં આવેલ જેથી જણાય આવેલ કે એક બાળકના ગુદ્દાના ભાગે ઇજા થયેલ હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ સ્ટેશન હેઠળના સિકારપુર ગામનો વતની અને હાલ રાજકોટ સામાકાંઠે રાજનગરમાં રહેતો મુખ્ય આરોપી અજીતમૌલા અજમતમૌલા (ઉ.વ.40) ગરીબ માતા-પિતાને માત્ર રૂ. 8 હજાર જેવી રકમ આપીને તેઓના 11 થી 17 વર્ષના બાળકોને રાજકોટ લાવી તેમની પાસે મજુરી કરાવતો હતો, શારીરીક અત્યાચાર ગુજારતો હતો. જેથી આ આરોપી અજીતમૌલા આજમતમૌલા વિરૂધ્ધ ચાઇલ્ડ લેબર, બોન્ડેડ લેબર સીસ્ટમ સહિતની ગંભીર કલમ હેઠળ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે તપાસ તત્કાલીન એએચટીયુ પીઆઈ બી.એમ.જણકાંતએ કરેલ હતી. દરમિયાન આ આરોપી અજીતમૌલા વિરૂધ્ધ પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં પણ ગુનો નોંધાયેલ હતો. જેથી પશ્ચિમ બંગાળ પોલીસ આરોપીને ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી પશ્ચિમ બંગાળ લઇ ગયેલ હતી.ત્યારે પોલીસમાં ખુલાસો થયો હતો કે,આ બાળકોને રાજકોટના ઇમિટેશન માર્કેટમાં મજૂરીના કામમાં ધકેલી દેવાતા હતા. રેસ્ક્યુ વખતે બાળકો અત્યંત દયનીય સ્થિતિમાં હતા, ઘણા બાળકો પાસે પહેરવા પૂરતા કપડાં પણ ન હોતા અને તેમની સાથે અમાનુષી કૃત્યો આચરવામાં આવતા હતા. બાળકોને એક જ રૂમમાં પૂરી રાખીને ક્યારેક ભૂખ્યા રાખવામાં આવતા હોવાનું પણ કાઉન્સિલિંગ દરમિયાન સામે આવ્યું હતું.આરોપીની આકરી પુછપરછ કરવામાં આવતા ભાંગી પડી હકીકત જણાવેલ કે, કોરાનાના સમય હતો ત્યારે એક બાળકને પોતે મજુરી માટે લઇ આવેલ હતો જેને પોતે માર મારવાથી બાળક મરી ગયેલ હોય જેથી લાશને નદીમાં ફેકી દિધેલની હકીકત જણાવેલ હતી. જે બાદ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ આદરી વર્ષ 2018 માં બી. ડીવીઝન પોલીસ મથકમાં એક અન ડીટેકટ બાળકનુ માથું (કોહવાયેલ હાલતમાં) આજી નદી રૂખડીયાપરા પાસેથી મળી આવેલ હતું. જે અંગે જે તે વખતે તપાસ કરવામાં આવેલ પરંતુ તેના કોઇ વાલી વારસ મળી આવેલ નહી જેથી ખૂનનો ગુનો અનડીટેકટ રહેવા પામેલ હતો. તેમજ ફોરેન્સીક પીએમ કરાવતા આશરે 8 થી 15 વર્ષના બાળકની લાશ (માથું) હોવાનું જણાય આવેલ. દરમ્યાન એ, ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.રાણાએ આરોપી અજીત મૌલાએ પોતે જે બાળકની લાશ નદીમાં ફેકી દિધેલ હોય તે વર્ષ 2018 માં વણઓળખાયેલ માથું જે બાળકનું હોય તે જ છે કે કેમ? તે દિશામાં તપાસ ચાલુ કરેલ. આરોપી અજિત મૌલાની કબૂલાતના આધારે બાળકના માતા-પિતાનું નામ સરનામું મેળવી તેમને રાજકોટ આવવા જણાવતા તેઓ રાજકોટ આવવા આર્થીક સક્ષમ ન હોય જેથી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ તેઓની રેલ્વે ટીકીટની સગવડતા કરી આપી રાજકોટ ખાતે બોલાવવામાં આવેલ હતા. બાદ માતા-પિતાના ડીએનએ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યાં બાદ ડીએનએ રીપોર્ટ ગઈ તા.10 ના આવેલ હતો. આ રીપોર્ટ પરથી જણાય આવેલ કે આરોપી અજીતમૌલા આજમતમૌલા એ જે બાળકનું ખૂન કરી નદીમાં લાશ ફેકેલ હતી તે જ લાશનુ વર્ષ 2018 માં મળી આવેલ બાળકનું માથું છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 2017 માં બંગાળથી કુલ ત્રણ બાળકને અજીતમૌલા રાજકોટ લાવી રામનાથપરામાં ભાડેથી રહી ઈમિટેશનનું કામ કરતો હતો. મૃતક શુભમે પરત જવાની જીદ કરતાં આરોપીએ ત્રણ દિવસ જમવાનું બંધ કરી માર મારી પાટુ પેટમાં મારતાં બાળક મોતને ભેંટ્યો હતો. હત્યાનો ભેદ ન ઉકેલાઇ અને કોથળામાં સમાય જાય તે માટે છરી વડે શરીરના બે કટકા કરી અલગ અલગ દિવસે ફેંકી દીધા હતાં.
પશ્ચિમ બંગાળથી વાલીઓને આઠ હજાર રૂપિયા આપી હેવાન અજિત મૌલા બાળકોને રાજકોટ લાવી કાળી મજૂરી કરાવતો : અમાનુષી અત્યાચાર ગુજારતો
એસઓજી અને એએચટીયુની ટીમે દરોડો પાડી 21 બાળકોને મુક્ત કરાવ્યા બાદ ઘાતકી હત્યાના અનડિટેક્ટ ગુનામાં પ્રાણ પુરાયા
ટીએમસીના ધારાસભ્યએ દખલગીરી કરી 15 લાખમાં પતાવટની ઓફર આપી’તી
ચકચારી હત્યાનો ગુનો વહેલો ઉકેલાઈ જવાની શક્યતા હતી પણ પશ્ચિમ બંગાળમાં નોંધાયેલા ગુનામાં ત્યાંની પોલીસ તેને ટ્રાન્સફર વોરંટથી બંગાળ લઈ ગઈ હતી. જે દરમિયાન ત્યાંના સ્થાનિક ટીએમસીના ધારાસભ્યએ મધ્યસ્થી કરી મૃતક બાળકના માતા-પિતાને સમાધાનકારી વલણો દાખવવા પ્રયત્ન કર્યા હતાં. સાથે સાથે 15 લાખની પણ ઓફર કરી હતી તેવી કબૂલાત આરોપીએ આપી હતી.
ક્રૂરતાપૂર્વક એક બાળકને મોતને ઘાટ ઉતારી લાશ નદીમાં ફેંકી દીધાની આરોપીએ કબૂલાત આપતાં પોલીસે તપાસ આદરી : મૃતક બાળકના માતા-પિતાના ડીએનએ ટેસ્ટ કરાવતા ભેદ ઉકેલાયો
આરોપીનો નાર્કોટેસ્ટ અને સાયકોલોજીકલ તપાસ કરાશે : 10 દિવસના રિમાન્ડ મળ્યા
આરોપી અજીતમૌલાની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ સી. બી.જાડેજા અને ટીમે તપાસ આદરી તુરંત રિક્ધટ્રકશન કરાવાયું હતું. જ્યારે આજે તેમને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા ખોટ દ્વારા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આરોપીનો નાર્કો ટેસ્ટ, ડીએનએ ટેસ્ટ અને સાયકોલોજીકલ ઊંડાણપૂર્વક તપાસ કરશે. તેમજ તે રાજકોટ રહેતો ત્યારે કયા કયા વેપારી સાથે ધંધાકીય વ્યવહારો હતા. તેમજ તે પોતાના કપડાની ખરીદી ક્યાંથી કરતો, વાળ દાઢી કરાવવા માટે ક્યાં ક્ષોરકર્મી પાસે જતો હતો. તે સહિતના તમામ વેપારીઓના નિવેદન પણ નોંધવા તજવીજ આદરી છે.