પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના લીધે આમ જનતા સહિત ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના ( price of petrol and diesel ) લીધે આમ જનતા સહિત ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. સતત વધતા ડીઝલના ભાવોથી ટ્રાન્સપોર્ટ કંપનીઓ ચિંતામાં આવી ગઈ છે. ચિંતામાં ટ્રાન્સપોર્ટરોએ ચીમકી આપી છે. જે ડિઝલના ભાવનું નિરાકરણ નહીં આવે તો હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે. 6 મહિના સુધી લોન મોરેટોરિયમ પિરિયડ આપવાની પણ માંગ કરી છે. સરકાર આની જલદીથી જાહેરાત કરે એવી પણ માંગ કરવામાં આવી છે.
જે ડિઝલના વધતા ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પડી રહી છે. ઓગસ્ટના પહેલા સપ્તાહ પહેલા નિવારણ નહીં આવે તો હડતાળ પાડવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને ( price of petrol and diesel ) લઈને ટ્રાન્સપોર્ટના ધંધા પર અસર જોવા મળી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ માલિકોની હાલત કફોડી બની છે. ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ માલિકોના 50 ટકા વાહનો હાલ બંધ હાલતમાં છે. જેથી પાર્સલમાં ભાવ વધારો ગ્રાહક પાસેથી મળતો નથી. જેના કારણે આવક કરતા ખર્ચ વધુ થતા હાલ ટ્રાન્સપોર્ટ માલિક ચિંતામાં મુકાયા છે.
ડીઝલના વધતા ભાવોને લઈ મુશ્કેલી વધી રહી છે. ડીઝલના ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ મોંઘું થયું છે. કાપડ ઉદ્યોગમાં એક તરફ મંદીનો માહોલ છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. ટ્રાન્સપોર્ટના ભાવમાં 25 % નો વધારો થયો છે. કાપડ પ્રિન્ટીંગમાં ભાવમાં પણ 1 થી 2 રૂપિયાનો મીટરે વધારો થયો છે. યાર્નના ભાવમાં પણ વધારો થયો છે. મીટરે 10 ટકા કાપડ મોંઘું થઈ શકે છે.