GJ-૧૮ એટલે કે ગુજરાતનું પાટનગર અને વૃક્ષોની નગરી, ગ્રીસીટી, થી લઇને અનેક નામો આપવામાં આવ્યા છે. ત્યારે આ ગ્રીનસીટીની ઓળખ હવે ઘટતી જાય છે. ત્યારે આજના યુગમાં હવે ક્રોકરીટના જંગલોની સીટી બની રહી છે.GJ-૧૮ માં પહેલા જે વૃક્ષો હતાં ત્યારે ગરમી ઓછી લાગતી હતી. હવે સૌથી વધારે ટ્રાફીક, ગીચમય હવે નગરબહની ગયું છે. ત્યારે એવા મહાનુભાવો છે, કે ઝાડવા ગમે તેટલા કાપે પણ હરહંમેશા લણવાનું નહીં વાવવાનું કામ કરતા હોય, એવા જ એક GJ-૧૮ ના મહાનુભાવ જે તસ્વીરમાં દેખાય છે. તે પોતે પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા છે. ત્યારે હરહંમેશા સવારે વહેલાં ઉઠીને વૃક્ષોને પાણી પીવડાવવાનું, ખાતર નાંખવાનું, નવા વૃક્ષોના પાન આવ્યા કે નહીં, તેની ચકાસણી કરવાની, ત્યારબાદ ઘરે નાહવા જવાનું, હરંહમેશા સવારથી નિત્યક્રમ વૃક્ષોની જાળવણી કરતાં પૂર્વ મેયર જાેવા મળે છે. આજે દેસમાં ઓક્સીજનની જે કમી વર્તાઇ રહી છે. અને કોરોનાની મહામારીમાં જે સ્થિતિ સર્જાઇ હતી, તે જાેતાં વૃક્ષોએજ જીવન છે. ત્યારે આજની પેઢીને ઓક્સીજન ખુટી જતાં મોટું ભાન કુદરતે કરાવી દીધું છે. ત્યારે કોમપ્યુટર માં નવા ડ્રાફ્ટ બનાવીને એક સ્વીચ પાડો અને શહેર ઉંભુ થઇ જાય, વૃક્ષો વવાઇ જાય, એટલું સહેલું નથી, વૃક્ષો વાવવા એટલે બાળકને પેદા કરીને મોટું કરવા બરાબર છે. ત્યારે આવનારી પેઢી માટે પૂર્વ મેયર પોતે વ-ક્ષો હરહંમેશા વાવી રહ્યા છે. હજારો વૃક્ષોનું નિકંદન સ્માર્ટસીટીથી લઇને વિકાસમાં નીકળી ગયું, પણ આ ભાથીનું કામ વાવવાનું છે. લણવાનું નહીં, ત્યારે પૂર્વ મેયર પોતે સવારે નાહ્યા ધોયા વગર વૃક્ષોની જે માવજત અને નવા વૃક્ષોને જે વાવવાનું કામ કરી રહ્યા છે. એ આવનારી પેઢી માટે શુદ્ધ હવા જે મળશે તે આ લોકોની દેન હશે. તેમાં બે મત નથી.GJ-૧૮ના પૂર્વ મેયર રહી ચૂકેલા મહેન્દ્રસિંહ રાણાએ અનેક સેક્ટરોમાં વૃક્ષો વાવીને નગરજનો અને આવનારી પેઢી માટે ઓક્સીજન કુદરતનો ઉબો કર્યો છે. ત્યારે રાણાએ ઉગાડેલા ફળ નગરજનો ખાસે તેમાં બેમત નથી. આવો ત્યારે સૌજીવનમાં ૫ વૃક્ષ વાવો, તો GJ-૧૮ વૃક્ષોની નગરી બને તેવા ધ્યેય સાથે આજે પણ પૂર્વ મેયર વૃક્ષો વાવવામાં મેદાને છે.