લોન લેનારાઓને મોટો ફટકો, HDFC બાદ આ 5 મોટી બેંકોએ વ્યાજ દરો વધાર્યા, વધી જશે તમારી EMI

Spread the love

દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFC Bank એ હાલમાં જ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 5-10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આના કારણે 1 વર્ષનો MCLR (જેની સાથે મોટાભાગની રિટેલ લોન જોડાયેલી હોય છે) 8.35% થી વધીને 8.40% થઈ ગયો છે. તેવી જ રીતે 2 વર્ષની અવધિ વાળી લોન પર સૌથી વધુ 10bps નો વધારો કરવામાં આવ્યો છે, જે હવે 8.55% છે.જણાવી દઈએ કે રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા હાલમાં જ રેપો રેટને 5.25% પર સ્થિર રાખવા છતાં બેંકોએ પોતાના ફંડિંગ કોસ્ટના દબાણને કારણે MCLR (Marginal Cost of Funds-Based Lending Rate) માં વધારો કર્યો છે. આની સીધી અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકોની માસિક EMI પર પડશે.આ બેંકોએ પણ વ્યાજ દરો વધાર્યા:

 

બેંક ઓફ બરોડા (Bank of Baroda): આ સરકારી બેંકે પોતાના વ્યાજ દરોમાં સુધારો કરીને નવો રેટ સ્લેબ લાગુ કર્યો છે. આ અંતર્ગત, પાંચ અલગ-અલગ સમય મર્યાદા વાળી લોન પર વ્યાજ 0.05% વધારવામાં આવ્યું છે. આનો 1 વર્ષનો MCLR 8.70% થી વધીને 8.75% થઈ ગયો છે. 6 મહિનાનો MCLR 8.45% થી વધીને 8.50% થઈ ગયો છે. 3 મહિનાના MCLR ને વધારીને 8.20% કરી દેવામાં આવ્યો છે, જે પહેલા 8.15% હતો. આ જ રીતે 1 મહિના અને 1 દિવસના MCLR ને વધારીને અનુક્રમે 7.95% અને 7.85% કરી દેવામાં આવ્યો છે.

કેનરા બેંક (Canara Bank): કેનરા બેંકે પણ હાલમાં જ પોતાની નાણાકીય સમીક્ષા બાદ વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આનો એક દિવસનો MCLR 7.90% થી વધારીને 7.95% કરી દેવામાં આવ્યો છે. એક મહિનાના MCLR ને 7.95% થી વધારીને 8.00% અને ત્રણ મહિનાના MCLR ને 8.20% થી વધારીને 8.25% કરી દેવામાં આવ્યો છે. છ મહિનાનો રેટ 8.55% થી વધારીને 8.60% કરી દેવામાં આવ્યો છે.

ઇન્ડિયન બેંક (Indian Bank): ઇન્ડિયન બેંકે પોતાના 1 વર્ષના MCLR રેટને 10 બેસિસ પોઇન્ટ વધારીને 8.55% કરી દીધો છે, જે પહેલા 8.75% હતો.

બેંક ઓફ ઇન્ડિયા (Bank of India): બેંક ઓફ ઇન્ડિયાએ પણ પોતાના 1 વર્ષનો MCLR 8.75% કરી દીધો છે.જો તમારી વર્તમાન હોમ કે કાર લોન MCLR બેઝ્ડ ફ્લોટિંગ રેટ પર આધારિત છે, તો લોન રિસેટ ડેટ (Loan Reset Date) આવતાની સાથે જ તમારી મંથલી EMI વધી જશે અથવા તો તમારી લોનની અવધિ લાંબી થઈ જશે. બેંકોના આ પગલાથી હવે નવા ગ્રાહકોને પર્સનલ લોન કે હોમ લોન પહેલાની સરખામણીએ વધુ વ્યાજ દરો પર ઓફર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *