
આ સેલ દરમિયાન સ્માર્ટફોન પર બમ્પર ઓફર મળી રહી છે. સેમસંગ, એપલ, આઇફોન, પિક્સલ, રિયલમી અને રેડમી જેવા અનેક સ્માર્ટફોન પર ખાસ ઓફર આપવામાં આવી રહી છે.
આમ, તમને જણાવી દઈએ કે સેમસંગ ગેલેક્સી એસ25 ને ફ્લિપકાર્ટ સેલમાં સસ્તામાં મળી રહ્યો છે. ઇફેક્ટિવ કિંમતની વાત કરવામાં આવે તો 59,999 રૂપિયા છે. આ એક ફ્લેગશિપ ગ્રેડનો સ્માર્ટફોન છે. આ ફોનમાં પાવરફૂલ ચિપસેટ અને બીજા અનેક ફીચર્સ આવે છે. તમે આઇફોન લવર્સ છો અને નવો લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સેલમાં તમને ફાયદો થઈ શકે છે. iPhone 17 73,999 રૂપિયામાં તમે ખરીદી શકો છો.
આ સિવાય જે લોકો (AI) ફીચર્સ અને ઘાંસૂ ફોટોગ્રાફીનાં શોખીન છે તેમના માટે Google Pixel 10 પર પણ સારી ઓફર આપવામાં આવી છે. સેલનાં મુખ્ય પેજ આપેલી જાણકારી અનુસાર આ એડવાન્સ સ્માર્ટફોનને તમે 62,999 રૂપિયાની ઇફેક્ટિવ કિંમત પર ખરીદી શકો છો.
સ્માર્ટફોન સિવાય તમે એસી પણ સસ્તામાં ખરીદી શકો છો. સેલમાં અલગ-અલગ બ્રાન્ડ્સનાં 3 સ્ટાર અને 5 સ્ટાર જેવા વિકલ્પ છે. બજેટ સેગમેન્ટમાં ‘MarQ By Flipkart’ નાં 1 ટનની ક્ષમતાનાં 3 સ્ટાર એસી માત્ર 22,990 રૂપિયાની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ છે.
કિચન તેમજ હોમ એમ્પાલયન્સની વાત કરવામાં આવે તો આ પણ તમે ઓફરમાં લઈ શકો છો. જ્યૂસરતી લઈને ઘરનાં વાસણો તમે સસ્તામાં ખરીદી શકો છો. દરેક વસ્તુ પર સારું એવુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને ડિશવોશર 10,000 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે મળી રહ્યું છે.