ભારતમાં આવેલો એક અનોખો રોડ: 50 વર્ષથી તૂટ્યો નથી, એક પણ ખાડો નથી પડ્યો, વિદેશને ટક્કર મારે તેવું કામ

Spread the love

દેશમાં ચોમાસા બાદ ઘણી જગ્યાએ રોડ તૂટી જાય છે. રોડ ન જાણે કેટલાય ખાડાનો શિકાર થઈ જાય છે, આ બધાની વચ્ચે દેશમાં એક એવો પણ રોડ છે, જે 50 વર્ષથી શાનદાર રીતે ચાલી રહ્યો છે. આ રોડ આજે પણ એવો જ છે. ક્યાંયથી તૂટ્યો નથી, ફૂટ્યો નથી કે પછી ખાડા નથી પડ્યા. આ જોઈ તમે પણ કહેશો કે આ તો સૌથી ટકાઉ અને જબરદસ્ત રોડ છે. શું તમને ખબર છે ભારતમાં આ રોડ ક્યાં આવેલો છે.ભારતમાં આવેલો આ રોડ એ જણાવે છે કે જો કોઈ રોડને યોગ્ય ટેકનિક અને શાનદાર મટીરિયલથી બનાવવામાં આવે તો તેની ઉંમર ખૂબ જ લાંબી થઈ શકે છે. તે થોડા જ મહિનામાં તૂટી જશે નહીં, ખાડા નહીં પડે, લોકો હેરાન થશે નહીં.

 

આપને જણાવી દઈએ કે, આ શાનદાર રોડ પુણેમાં આવેલો છે. તેનું નામ છે જેએમ રોડ એટલે કે જંગલી મહારાજ રોડ. 1976માં બનાવ્યા બાદથી આ રોડ લગભગ 50 વર્ષ સુધી ખાડાથી મુક્ત અને તૂટ્યા ફૂટ્યા વિના અડીખમ ઊભો છે.

 

આ રોડની લંબાઈ 2.5 કિમી છે. ત્યારે તેને ખાલી 15 લાખ રૂપિયામાં બનાવ્યો હતો. તેને બે પારસી ભાઈઓએ બનાવ્યો હતો. તેને હોટ મિક્સ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવ્યો હતો. જ્યારે આ રોડ બન્યો તો ગેરેન્ટી આપી હતી કે આ આગામી 10 વર્ષ સુધી ખરાબ નહીં થાય, પણ હવે તો તેને બનાવ્યાના 50 વર્ષ થઈ ચૂક્યા છે. આ રોડને હવે ભારતના એ એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ્સનો પુરાવો માનવામાં આવે છે, જે હવે ખોવાઈ ચૂક્યો છે.જાણો છો આ રોડ 50 વર્ષ સુધી કેવી રીતે ટકી રહ્યો, જ્યારે બીજા રોડ ખરાબ થઈ જાય છે. તેને મુંબઈની કંપની રિકોંડોએ બનાવ્યો હતો, જેને બે પારસી ભાઈઓ ચલાવતા હતા. આ પ્રોજેક્ટને 1970ના દાયકામાં પુણેના કોર્પોરેટર શ્રીકાંત શિરોલેએ આગળ વધાર્યો હતો.

 

ઊંચા સ્ટાન્ડર્ડ સાથે બનાવ્યો હતો રોડ

 

તેના નિર્માણનો શ્રેય મુખ્ય રીતે રિકોંડોના હોટ મિક્સ ડામરના કામ અને સાવધાનીપૂર્વક કરવામાં આવેલા પ્લાનિંગને આપવામાં આવે છે. જેમાં ડ્રેનેજ અને યુટિલિટી લેઆઉટ સામેલ હતા. તે સમયની દ્રષ્ટિથી આ રોડ ખૂબ જ ઊંચા સ્ટાન્ડર્ડથી બનાવવામાં આવ્યો હતો. આ રોડની કહાનીની ચર્ચા હંમેશા સમાચારો, ઇન્ટરવ્યૂ અને સોશિયલ મીડિયામાં થતી રહે છે.

 

પ્રોજેક્ટ કેવી રીતે શરુ થયો

 

1970ના દાયકાની શરુઆતમાં પુણેમાં ભારે વરસાદ અને રોડ ખરાબ થયા બાદ સ્થાનિક નેતા એવા રોડ ઈચ્છતા હતા જે શહેરના સામાન્ય રોડની તુલનામાં લાંબો સમય સુધી ચાલે. એક યુવા કોર્પોરેટર, શ્રીકાંત શિરોલેનું નામ હંમેશા આ વિચારને આગળ વધારવા અને પ્રોજેક્ટને હકીકતમાં બદલનારા વ્યક્તિ તરીકે લેવામાં આવે છે.રેકોર્ડને કેમ પસંદ કરવામાં આવ્યો

 

કેટલીય જગ્યા પર આ કહાની સાંભળવા મળે છે કે રિકોંડોએ હોટ મિક્સ ડામરની એક એડવાંસ્ડ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જે સમયે ભારતમાં સામાન્ય નહોતી, કહેવાય છે કે તેમને કોઈ પણ સામાન્ય પબ્લિક ટેન્ડરના વિના સીધા કામ પર રાખવામાં આવ્યા હતા. કેમ કે શહેર પ્રશાસન ખૂબ જ ઊંચા સ્ટાન્ડર્ડવાળો રોડ બનાવવા માગતા હતા.

 

રોડની ખાસિયત શું હતી

 

મજબૂત બેસ વર્ક અને સારું મટીરિયલ, સારી ડ્રેનેજની પ્લાનિંગ, યુટિલિટી ડક્ટ અને લાઈનની એવી પ્લાનિંગ કે રોડને વારંવાર ખોદવો ન પડે. ખાલી ખર્ચો ઓછો કરવાની જગ્યાએ સાવધાનીથી કામ કર્યું.

 

ગેરેન્ટીનો ભાગ

 

આ કહાનીનો એક સૌથી ફેમસ પાર્ટ એ પણ છે કે બનાવનારે કથિત રીતે 10 વર્ષની ગેરેન્ટી આપી હતી. 1970ના દાયકાના હિસાબથી આ એક મોટો વાયદો હતો.આ રોડ આજે પણ એટલા માટે યાદ કરવામાં આવે છે, કેમ કે તે સમયમર્યાદા બાદ પણ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *