Right To Walk On Footpath:સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વનો ચૂકાદો આપ્યો છે અને સારી સ્થિતિમાં તૈયાર કરવામાં આવેલા ફુટપાથ પર ચાલવાની સ્વતંત્રતાને એક મૂળભૂત અધિકાર જાહેર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચૂકાદો આપતા ચાલવાના અધિકારને મૌલિક અધિકાર જાહેર કર્યો છે. ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ એએસ ચંદુરકરની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે ફુટપાથો પર પગે ચાલવાનો અધિકાર છે, માર્ગો પર મોટર વાહનોના અવર-જવરથી તે વિશેષ મહત્વ ધરાવે છે.
ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાએ તેમના મહત્વના ચૂકાદામાં કહ્યું કે જો કોઈ માર્ગ છે જ તો પછી એ બાબતની જવાબદારી રહે છે કે પદયાત્રીઓ માટે ફુટપાથ નક્કી કરવામાં આવે અને તેની યોગ્ય જાળવણી કરવામાં આવે. આ એક એવી જવાબદારી છે કે જે લાગૂ કરી શકાય છે. નિર્ધારિત ફુટપાથ પર ચાલવાનો મૂળભૂત અધિકાર મોટર ગાડીઓના અધિકારથી વિશેષ છે.
આ ચુકાદો પાંચ વર્ષના એક બાળકના થયેલા મૃત્યુને ધ્યાનમાં રાખી આપવામાં આવ્યો છે, જેમાં પિતા સાથે નજીકની શાળા એ જતી વખતે એક ટ્રક દ્વારા તેને કચડી નાંખવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ નરસિમ્હાએ જણાવ્યું કે પહોંળા ફૂટપાથ પર સુરક્ષિત અને મુક્તપણે ચાલવું તે પણ કોઈ જ ડર વગર દરેક વળાંક પર કોઈ જોખમ ન થઈ શકે. સૌથી પાયાગત અધિકારો પૈકી એક છે. ન્યાયમૂર્તિ નરસિમ્હાએ કહ્યું કે આ માનવીય પ્રવૃત્તિઓ પૈકી સૌથી સરળ અભિગમ છે, જે જીવનની સાથે વ્યાપક રીતે જોડાયેલ છે.
કોર્ટે જણાવ્યું હતું કે બંધારણ ચાલવાનો એક મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી છે અને તેની ગેરન્ટી આપવામાં આવી છે. બંધારણના શબ્દોમાં તમામ નાગરિકોને સમગ્ર ભારતમાં ગમે ત્યાં ફરવાનો અધિકાર રહેશે.
ન્યાયમૂર્તિ નરસિમ્હાનું કહેવું છે કે નબળા અને વંચિત લોકો માટે ચાલવું તે એક સંઘર્ષ છે, ઘણા લોકો માટે હરવા-ફરવું તે એક ધ્યાન આપવા જેવું છે. કેટલાક લોકો માટે આ વિરોધનું માધ્યમ પણ છે. ઝડપભેર વિકાસ કેળવી રહેલા સામાજીક અને રાજકીય વિચારો ધરાવતા લોકો માટે એક સમજદારી સાથેની વ્યૂહરચના છે. આ દ્રષ્ટિએ ચોક્કસપણે ચાલવું તે ફક્ત એક પ્રવૃત્તિ નથી પણ કલમ 19(1)(A) પેટાકલમ 19(1)(B) અને કલમ 19(1) (C) અંતર્ગત અભિવ્યક્તિ, સભા કરવી તથા સંગઠન બનાવવાના અધિકારોની સમકક્ષ છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી અર્થતંત્ર, વ્યાપાર અને ઝડપથી જે શહેરીકરણની જરૂરિયાતોએ પદયાત્રીઓને ભારે પરેશાન કરી દીધા છે. વાહનોમાં ચાલવાની ટેકે માનવીય કલ્પનાને પાછળ છોડી દીધી છે. કોર્ટે કહ્યું કે સરકારો અને સ્થાનિક યુનિટોએ પહોંળા માર્ગો અને એક્સપ્રેસને વિકાસનો મોટો માપદંડ માની લીધો છે અને ઝડપથી વાહનો ચલાવવામાં આવી રહ્યા છે, જોકે ચાલીને જવાના આનંદ માટે ખૂબ જ ઓછી જગ્યા છોડવામાં આવી રહી છે.
