એક જ આદેશમાં 19 તલાટીઓ ટ્રાન્સફર, સુરેન્દ્રનગરમાં ચર્ચાનો માહોલ

Spread the love

સુરેન્દ્રનગર જિલ્લાના 19 જેટલા તલાટીઓની અચાનક બદલી કરી નાખવામાં આવી છે ત્યારે એક સાથે 19 જેટલા તલાટીઓની બદલી કરવામાં આવતા ખળભરાટ મચી જવા પામ્યો છે ખાસ કરીને જે ડેપ્યુટી કલેક્ટરોના નજીકના ગણાતા તલાટીઓ હતા તેમની જ બદલી કરી અને અન્ય ડિવિજનોમાં મૂકી દેવામાં આવ્યા છે બદલી સમયે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જે ડિવિઝનમાં તલાટીઓ ફરજ બજાવતા હતા તે ડિવિઝનમાં તેમને નથી મૂકવામાં આવ્યા અને અન્ય ડિવિઝનોમાં તેમની બદલી કરી અને તાત્કાલિક હાજર થવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય કરી અને 19 જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી છે ત્યારે આ 19 જેટલા તલાટીઓમાં પણ ભણાટ ફેલાઈ જવા પામ્યો છે અને ફરજિયાત સૂચન આપવામાં આવ્યું છે કે જ્યાં બદલી કરવામાં આવી છે.

 

ત્યાં તાત્કાલિક હાજર થઈ જવું ત્યારે આ અંગે વઢવાણ મહેસૂલી તલાટી તરીકે ફરજ બજાવતા વીડી મકવાણાને મૂડી મૂકવામાં આવ્યા છે કે.કે.ખેર કે જે વઢવાણ મામલતદાર ઓફિસમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા તેમને સાયલા મુકવામાં આવ્યા છે વાય એલ ધાંધલને લખતર ખાતેથી પાટડી મૂકી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જે બી ગોહિલને લીંબડી થી મૂડી મૂકી દેવામાં આવ્યા છે.

 

એમડી ગોહિલના ચુડા થી લીમડી મુકાયા છે એ એમ રોજાસરાને સાયલા થી ચુડા મુકવામાં આવ્યા છે એ આર મોરીને સાયલા થી ધાંગધ્રા મુકાયા છે આ ઉપરાંત તે એમ મીઠાપરા ને પણ સાયલા થી લીંબડી મૂકવામાં આવ્યા છે આર આર નાકિયા ને સાયલા થી મૂડી મુકાયા છે એસબી વાળાને પણ થાન થી ધાંગધ્રા મૂકવામાં આવ્યા છે ચોટીલા ડેપ્યુટી કલેકટરના ખાસ ગણાતા વીબી સાકરીયા ની પણ બદલી કરવામાં આવી છે.

 

વી બી સાકરીયા ને ચોટીલા થી પાટડી મૂકી દેવામાં આવ્યા છે આ ઉપરાંત વીબી મીઠાપરા ને પણ મૂળી થી લખતર ખાતે મૂકી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ એમ કે ત્રિવેદીને પણ મૂડીથી વઢવાણ મૂકી દેવામાં આવ્યા છે આ ઉપરાંત વી એ પરમારને પણ ધાંગધ્રા થી મુડી મૂકી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સીબી દેત્રોજાને પણ ધાંગધ્રા થી સાયલા મુકવામાં આવ્યા છે.

 

એમ કે વોરા ને પણ ધાંગધ્રા થી લખતર મૂકી દેવામાં આવ્યા છે કે.જી.પરમારને પણ ધાંગધ્રા થી પાટડી મૂકવામાં આવ્યા છે અને વી વી સોલંકી ને પાટડી થી ધાંગધ્રા મૂકી દેવામાં આવ્યા છે આ ઉપરાંત એમબી ગોલતરને પણ પાટડીથી ધાંગધ્રા મૂકી દેવામાં આવ્યા છે આમ 19 જેટલા તલાટીઓની અચાનક બદલી કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *