અમેરિકાનો ખેલ સફળ! ઇરાનને મળનારા 300 અબજ ડોલર પર અરબ દેશોએ મારી બ્રેક

Spread the love

અમેરિકા દ્વારા ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે સહી કરાયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) ના છઠ્ઠા પોઇન્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દામાં સ્પષ્ટ લખાયું છે કે ઇરાનના પુનર્વસન અને આર્થિક વિકાસ માટે 300 અબજ ડોલર (આશરે 25 લાખ કરોડ રૂૂપિયા)નું ફંડિંગ સુનિશ્ચિત કરવામાં આવશે. પરંતુ આટલી મોટી રકમ ઇરાનને આપશે કોણ? તે સવાલ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પોતાના જ કરારના લખાણથી વિપરીત દાવા કરી રહ્યા છે, જેના કારણે વિપક્ષી ડેમોક્રેટ્સ અને ખુદ રિપબ્લિકન પક્ષના નેતાઓએ ટ્રમ્પને ઘેરવાનું શરૂૂ કર્યું છે.

આ વિવાદ પર સ્પષ્ટતા કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, “અમેરિકા તરફથી ઇરાનને 300 અબજ ડોલરની કોઈ સીધી ચુકવણી કરવામાં આવી રહી નથી. આ બધી ફેક ન્યૂઝ અને ડેમોક્રેટ્સનો પ્રોપેગેન્ડા (પ્રચાર) છે. અમેરિકા માટે તો આ માત્ર એક મોટી સફળતા, તેલના નીચા ભાવ અને મોટી જીત છે.”

 

બીજી તરફ, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ પ્લાનનો ખર્ચ અમેરિકન કરદાતાઓના માથે નહીં ઝીંકાય અને અમેરિકાનો એક પણ પૈસો ઇરાન નહીં જાય. વેન્સે એવો સંકેત આપ્યો હતો કે, આ ફંડ માટે પર્શિયન ખાડીના સમૃદ્ધ આરબ દેશો અને ઇરાનમાં રોકાણ કરવા ઈચ્છતા અન્ય તટવર્તી દેશો પાસેથી નાણાં એકત્રિત કરવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી દુનિયાના કોઈ પણ દેશે આ ફંડમાં નાણાં આપવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

 

આગામી નવેમ્બરમાં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલા ડેમોક્રેટિક પાર્ટી આ મુદ્દાને વટાવવાની કોઈ તક છોડવા માંગતી નથી. સીનેટમાં ડેમોક્રેટ્સના નેતા ચક શૂમરે ટ્રમ્પ પર પ્રહાર કરતા લખ્યું કે, “ટ્રમ્પ દાવો કરે છે કે અમેરિકા ઇરાનને પૈસા નથી આપી રહ્યું, પણ આ ખજ્ઞઞ પર તેમની પોતાની જ સહી છે. તેમણે પહેલા પોતાનો ડ્રાફ્ટ વાંચવો જોઈએ.

 

અન્ય ડેમોક્રેટિક સાંસદો – એમી ક્લોબુચર અને જેસન ક્રોએ પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે, રિપબ્લિકન સરકાર પાસે અમેરિકનોના સ્વાસ્થ્ય, શિક્ષણ કે બેઘરોની સમસ્યા દૂર કરવા પૈસા નથી, પરંતુ ઇરાનને 300 અબજ ડોલર આપવા માટે ફંડ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *