ગાંધીનગર: મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ, 71 ક્લાર્કની એકસાથે સામૂહિક બદલી

Spread the love

ગાંધીનગરથી વહીવટી તંત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય કક્ષાએ એક મોટો નિર્ણય લઈને મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપકાયો છે. વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ, પારદર્શક અને વેગવંતી બનાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.એકસાથે 71 મહેસુલી ક્લાર્કની બદલીનો ધાણવો નીકળ્યો મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઓર્ડર મુજબ, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને કચેરીઓમાં ફરજ બજાવતા 71 જેટલા મહેસુલી ક્લાર્કની એકસાથે સામૂહિક બદલી કરી દેવામાં આવી છે.

લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓમાં આ ઓર્ડર છૂટતાની સાથે જ ભારે ફફડાટ મચી ગયો છે. બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના અપાઈ છે.

વહીવટી સુધારા અને કામગીરી ઝડપી બનાવવાનો પ્રયાસમહેસૂલ વિભાગ સીધો સામાન્ય જનતા સાથે જોડાયેલો હોવાથી, આ સામૂહિક બદલીઓના કારણે આગામી દિવસોમાં સરકારી કચેરીઓની કામગીરીમાં મોટો ફેરફાર જોવા મળશે. વહીવટી તંત્રમાં નવું લોહી ઉમેરીને પડતર ફાઈલોનો ઝડપી નિકાલ થાય તે હેતુથી આ મોટો ફેરબદલ કરાયો છે. હવે જોવાનું એ રહેશે કે આ મોટા નિર્ણય બાદ જનતાના કામો કેટલી ઝડપથી ઉકેલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *