અમદાવાદ,તા.22 કેન્દ્ર સરકારે ગુજરાતના પનોતા પુત્ર અને સિનિયર એડવોકેટ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તુષાર મહેતાને વધુ ત્રણ વર્ષની મુદત માટે ફરીથી નિયુક્ત કર્યા છે. આ નવા કાર્યકાળનો અમલ 1 જુલાઈ, 2026થી શરૂ થશે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા 20 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ સર્વોચ્ચ અદાલતમાં ભારત માટે સોલિસિટર જનરલ તરીકે મહેતાની પુન:નિમણૂકને મંજૂરી આપી દીધી છે.
ગુજરાતના પનોતા પુત્ર તુષાર મહેતાની સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે વધુ ત્રણ વર્ષની મુદત માટે ફરીથી નિયુક્ત
ગુજરાતના પનોતા પુત્ર તુષાર મહેતાની સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે વધુ ત્રણ વર્ષની મુદત માટે ફરીથી નિયુક્ત
ગુજરાતના પનોતા પુત્ર તુષાર મહેતાની સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે વધુ ત્રણ વર્ષની મુદત માટે ફરીથી નિયુક્ત.
અમદાવાદ,તા.22 કેન્દ્ર સરકારે ગુજરાતના પનોતા પુત્ર અને સિનિયર એડવોકેટ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા તુષાર મહેતાને વધુ ત્રણ વર્ષની મુદત માટે ફરીથી નિયુક્ત કર્યા છે. આ નવા કાર્યકાળનો અમલ 1 જુલાઈ, 2026થી શરૂ થશે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા 20 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ સર્વોચ્ચ અદાલતમાં ભારત માટે સોલિસિટર જનરલ તરીકે મહેતાની પુન:નિમણૂકને મંજૂરી આપી દીધી છે.
આ પદ માટેનો તેમનો નવો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે અથવા જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી, જે વહેલું હોય તે અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે મેહતા ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા હતા અને અનેક મહત્વના કેસોમાં તેઓ હાજર રહેલા છે. તેઓ અગાઉ એડિશનલ સોલિટર જનરલ તરીકે સુપ્રીમ કોર્ટ ખાતે નિમણૂક પામ્યા હતા અને ત્યારબાદ અનેક મહત્વના કેસોમાં એપિયર થયા હતા. કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાની કાયદાકીય બાબતોમાં તેઓએ અગ્ર ભૂમિકા ભજવી હતી. તેઓ કેન્દ્ર સરકારના સૌથી મહત્વના કાનૂની ચહેરાઓમાંના એક છે અને તેમણે સુપ્રીમ કોર્ટમાં બંધારણીય અર્થઘટન, રાષ્ટ્રીય સુરક્ષા અને વિવિધ નીતિગત બાબતો જેવા મહત્વના કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે.
તુષાર મહેતા 10 ઓક્ટોબર, 2018થી સોલિસિટર જનરલ તરીકે નિમણૂક પામ્યા હતા અને સેવા આપી રહ્યા છે. અગાઉ, 1 જુલાઈ, 2023થી તેમને આ પદ પર ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેની મુદ્દત 30 જૂન, 2026 સુધીની હતી.
કેબિનેટની નિમણૂક સમિતિએ સુપ્રીમ કોર્ટ માટે પાંચ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ની પુન:નિમણૂકને પણ મંજૂરી આપી છે. આ કાનૂની અધિકારીઓમાં વિક્રમજીત બેનર્જી અને કે.એમ. નટરાજનો સમાવેશ થાય છે, જેમનો નવો કાર્યકાળ 1 જુલાઈ, 2026થી શરૂ થશે. આ ઉપરાંત સૂર્યપ્રકાશ વી. રાજુ, એન. વેંકટરામન અને ઐશ્વર્યા ભાટીની પુન:નિમણૂક 30 જૂન, 2026થી અમલી બનશે.
આ સિવાય, દિલ્હી હાઈકોર્ટ માટે ચેતન શર્માની એડિશનલ સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે. તેમને 1 જુલાઈ, 2026થી આગામી છ મહિનાના ગાળા માટે અથવા જ્યાં સુધી અન્ય આદેશ ન મળે ત્યાં સુધી આ પદ પર રાખવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના કાનૂની પ્રતિનિધિત્વમાં સાતત્ય અને સ્થિરતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.