અમેરિકા અને ઈરાન વચ્ચે બનશે હોટલાઈન, શિયા દેશની ઝોળીમાં આવશે 1 લાખ કરોડ

Spread the love

સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ. આ શાંતિ વાર્તા સફળ થઈ હોવાનો પણ દાવો છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર એ પણ આવ્યા છે કે ઈરાન અને અમેરિકા બંને દેશો વ્યૂહાત્મક રીતે દુનિયાના અત્યંત મહત્વના દરિયાઈ વેપાર માર્ગોમાં સામેલ એવા હોર્મુઝ સ્ટ્રેટ પર એક વિશેષ ટેલિફોન હોટલાઈન અને કોઓર્ડિનેશન સેન્ટર બનાવવા પર સહમત થયા છે.જેનો હેતુ ખાડીમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજો મામલે કોઈ પણ પ્રકારની ગેરસમજ કે સૈન્ય ઘર્ષણ રોકવાનો અને તાબડતોબ સમાધાન કાઢવાનો છે.

 

જીનેવામાં લેવાયો હતો નિર્ણય

સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં અમેરિકા સાથે થયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાતચીત બાદ સોમવારે પાછા ફરતી વખતે ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાઘેર ગાલિબફે ઈરાની સરકારી મીડિયા સાથે આ સમજૂતિ મામલે પુષ્ટિ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે ઈરાની વ્યવસ્થા હેઠળ મેનેજ કરાશે. જો કે તે ક્યારેય પણ યુદ્ધ પહેલાવાળી સામાન્ય સ્થિતિમાં પાછું ફરશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે રીતે લેબનોન કે અન્ય મોરચો પર મુશ્કેલીઓ આવી શકે છે એ જ રીતે હોર્મુઝ સ્ટ્રેટમાં પણ હાલ કેટલીક રાતોમાં ઝડપ જોવા મળી છે. આ હોટલાઈનનો હેતુ અહીં સૌથી ઊંચા સ્તરની સુરક્ષા અને ટ્રાફિક ફ્લો પાક્કો કરવાનો છે.

 

દબાણ આગળ નતમસ્તક! કીર સ્ટાર્મરનું UKનું પીએમ પદ છોડવાનું એલાન, 10 વર્ષમાં છઠ્ઠા પ્રધાનમંત્રીએ છોડી ખુરશી

 

કઈ રીતે કામ કરશે હોટલાઈન

 

હોર્મુઝની આ નવી સિસ્ટમને સમજાવતા ગાલિબફે કહ્યું કે જો અમેરિકી નેવી કે કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય જહાજને કોઈ પણ રૂટ, ચેકિંગ કે કોઈ વિષય પર આપત્તિ કે સ્પષ્ટતા જોઈતી હશે તો તેઓ સીધા આ સેન્ટરને કોલ કરી શકશે.

ઈરાને આશ્વાસન આપ્યું કે તેઓ આ વિસ્તારમાં વૈશ્વિક દરિયાઈ કાયદાઓને સંપૂર્ણ રીતે અને બરાબર લાગૂ કરશે.

પાણીના રસ્તે આવનારી કોઈ પણ પ્રકારના સુરક્ષા પડકારોને ઝડપથી ઉકેલશે.

આ હોટલાઈન બનવાથી વૈશ્વિક ઓઈલ આપૂર્તિ માટે સૌથી સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં હાલ કોઈ મોટા યુદ્ધની આશંકા ટળતી જોવા મળી રહી છે.

ઈરાન સાથે વાતચીત વચ્ચે ટ્રમ્પની મોટી ધમકી, કહ્યું- જો ડીલ ફેલ થઈ તો….

 

ફ્રોઝન ફંડ અને ઓઈલ પર શું થયું

 

સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં થયેલી મંત્રણમાં ઈરાન પ્રથમ દ્રષ્ટિએ ફાવી ગયું લાગે છે.

ઈરાની મુખ્ય વાર્તાકાર ગાલિબફનો દાવો છે કે વાતચીતમાં અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા 12 બિલિયન ડોલર (લગભગ એક લાખ કરોડ રૂપિયા)ના ઈરાની ફંડ અને ઓઈલ પ્રતિબંધો હટાવવા સંબંધિત અંતિમ ડિટેલ્સ ફાઈનલ થઈ છે.

બંને દેશોના અધિકારીઓ મુજબ સોમવારે લગભગ 80 મિનિટ સુધી ચાલેલી આ બેઠકનું મુખ્ય ફોકસ પ્રતિબંધોમાં રાહત આપવાનો અને ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ હેઠળ પ્રતિબદ્ધતાઓને લાગૂ કરવા પર રહ્યું.

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે રવિવારે આ કૂટનીતિક પ્રગતિને ખુબ સારી ગણાવી.

વેન્સે વોશિંગ્ટનમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે વાતચીત દરમિયાન બંને પક્ષોએ ખુબ સકારાત્મક અને નક્કર પ્રગતિ કરી છે.

આ ક્વાડ ફ્રેમવર્ક હેઠળ વાતચીતનો પહેલો તબક્કો હતો. જેનો હેતુ અમેરિકા અને ઈરાન વચ્ચે એક મોટા અને સ્થાયી શાંતિ સમજૂતિને આગળ વધારવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *