ગુજરાતના શાંત ગણાતા તાપી જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાલોડ તાલુકાની એક આશ્રમશાળામાં ધોરણ-9 માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીની પર તેની જ બહેનપણીએ ચપ્પુ વડે હુમલો કરી દીધો છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝઘડાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ બે સગીર વિદ્યાર્થીનીઓ વચ્ચે આ પ્રકારનો જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પોલીસના જણાવ્યા અનુસાર, આશ્રમશાળાની હોસ્ટેલમાં રહીને છેલ્લા 9 મહિનાથી અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મિત્રતા બાબતે મનદુઃખ ચાલતું હતું. શાળાના સમય દરમિયાન બંને વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આવેલી હુમલાખોર વિદ્યાર્થીનીએ એક ભયાનક કાવતરું ઘડી નાખ્યું.
“લખવું હોય તો લખી દેજો! 24 તારીખે સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદ ન લાવું તો મારું નામ સધી નહીં”, ભુવાજીની અનોખી આગાહી
“પીઠ પાછળ કંઈક છે” તેમ કહી બાથરૂમમાં બોલાવી
હુમલાખોર તરુણીએ ભોગ બનનાર 13 વર્ષીય દીકરીને “તારી પીઠ પાછળ કંઈક ચોંટેલું છે” તેમ કહીને શાળાના બાથરૂમમાં બોલાવી હતી. દીકરી જેવી બાથરૂમમાં ગઈ, કે તરત જ બંને વચ્ચે ફરી બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. મામલો ગરમ થતાં જ હુમલાખોર સગીરાએ પોતાની પાસે છુપાવીને રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢ્યું હતું અને તેની જ ખાસ બહેનપણી પર ઘાતક હુમલો કરી દીધો હતો.
ઈજાગ્રસ્ત દીકરીને હાથમાં ૨૦ ટાંકા આવ્યા, સુરત રીફર કરાઈ
આ અચાનક થયેલા હુમલામાં ભોગ બનનાર દીકરીએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેના હાથ પર ચપ્પુના ગંભીર ઘા વાગ્યા હતા. હુમલાના કારણે લોહીલુહાણ થયેલી દીકરીને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, માસૂમ દીકરીના હાથ પર 20 જેટલા ટાંકા આવ્યા છે.
અમદાવાદમાં પત્નીને સાબરમતીમાં ધક્કો મારી રચી અકસ્માતની કહાની; 9 વર્ષ બાદ પતિની પાપલીલાનો પર્દાફાશ
નાયબ જિલ્લા પોલીસ વડા પ્રમોદ નરવડેનું નિવેદન
બે વિદ્યાર્થિનીઓ વચ્ચે અગાઉથી મિત્રતા બાબતે વિવાદ ચાલતો હતો. ગુસ્સામાં આવીને એક સગીરાએ બીજી પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આશ્રમશાળાના સંચાલકોની પૂછપરછ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાલોડ પોલીસે આરોપી વિદ્યાર્થીનીની અટકાયત કરી
આ ઘટનાની ગંભીરતાને જોતાં વાલોડ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે ભોગ બનનાર પરિવારની ફરિયાદ અને પ્રાથમિક તપાસના આધારે હુમલો કરનારી સગીર વિદ્યાર્થીનીની અટકાયત કરી લીધી છે અને તેની પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
