ગુજરાત રાજ્યની વહીવટી સેવાના (State Civil Service) કુલ 18 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS)માં બઢતી આપવાનો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા 25 જૂન 2026ના રોજ બદલી કરવામાં આવી છે.
ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે.કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના તાલીમ વિભાગ (DoPT) દ્વારા 25 જૂન, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાજ્ય સેવાના 18 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS) માં બઢતી આપવામાં આવી છે.
પ્રોમોટી IAS અધિકારીઓનો મળશે લાભ
આ નિમણૂકોમાં 17 અધિકારીઓને વર્ષ 2025 ની સિલેક્ટ લિસ્ટમાંથી જ્યારે એક અધિકારીને ટ્રિબ્યુનલના આદેશના પાલનરૂપે સિલેક્ટ લિસ્ટ-2024 માંથી સ્થાન આપવામાં આવ્યું છે. હાલમાં આ તમામ અધિકારીઓને પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી રાજ્યના મહત્વના પદો પર ‘વધારાના ચાર્જ’ (Additional Charge) ની સ્થિતિ હતી, જે હવે આ નવી નિમણૂકો બાદ દૂર થશે.
Gujarat IAS Promotion: વહીવટી તંત્રમાં વધશે કાર્યક્ષમતા
રાજ્યમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) જેવી મુખ્ય જવાબદારીઓ હવે વધુ અનુભવી અધિકારીઓને સોંપવામાં આવશે. આ નિર્ણયથી વહીવટી સ્થિરતા આવશે અને સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ વધુ ઝડપી બનશે. જોકે, ગેઝેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક અરજીઓના અંતિમ ચુકાદાને આધીન રહેશે.
જુઓ અધિકારીઓનું સંપૂર્ણ લીસ્ટ
અનુંક્રમ નં. અધિકારીનું નામ (શ્રી/શ્રીમતી) જન્મ તારીખ
1 R.N. Kuchara 15.04.1976
2 R.P. Patel 07.07.1976
3 C.B. Ganatra 09.12.1978
4 C.A. Gandhi 02.04.1973
5 B.N. Patel 20.06.1978
6 M.K. Joshi 22.09.1976
7 A.K. Joshi 11.05.1972
8 K.S. Zala 29.05.1979
9 V.K. Jadav 15.07.1974
10 D.K. Patel 28.01.1976
11 B.H. Patel 12.02.1972
12 I.R. Vala 03.02.1979
13 M.D. Chudasama 01.06.1972
14 B.S. Prajapati 01.06.1970
15 V.G. Patel 16.11.1974
16 A.K. Vastani 08.12.1973
17 P.B. Rathod 19.01.1971
