જેસીબીએ બનાવી અનોખી હાઈડ્રોમેકસ કાર જે કલાકના 563 કિ.મી.ની ઝડપે દોડે છે

Spread the love

નવી દિલ્હી તા.25 ભારતમાં જેસીબીને માટી ખોદનાર મશીન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે આ કંપનીએ એક એવી કાર બનાવી છે, જે કલાકમાં 563 કિલોમીટરની સ્પીડ પકડી શકે છે. રસપ્રદ બાબત એછે કે આ કાર ના તો પેટ્રોલથી ચાલે છે કે ના તો ડીઝલથી તેમાં સાયલેન્સર તો હોય છે.

 

પણ તેમાંથી ધૂમાડો નથી નીકળતો. તમને કદાચ લાગશે કે આ સાયન્સ ફિકસન ફિલ્મની વાત થઈ રહી છે.પણ આવુ નથી. યુ.કે.ની જે.સી.બામફર્ડ એકસવાટર્સ લિમીટેડે પોતાની હાઈડ્રોમેકસ કારથી ઓન હકીકત બનાવી દીધુ છે. જે હાઈડ્રોજનથી ચાલે છે. આ કારની તાકાત 1600 હોર્સ પાવરની બરાબર હોય છે.

 

‘ધી સન’ના અનુસાર 32 ફૂટ લાંબી આ કારને ચલાવવી સહેલી નથી. કારણ કે તેમાં રિવર્સ ગિયર હોતું નથી. ટેસ્ટીંગ દરમ્યાન એક વીડીયોમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે એક ડિફેન્ડર ગાડી તેને ધકકો આપે છે અને 96.5 કિલોમીટર દર કલાકે પહોંચાડે છે. ત્યારપછી જ પહેલુ ગીયર લગાવવામાં આવે છે અને તે ફુલ સ્પીડમાં દોડવા લાગે છે. હાલમાં જ એક ટેસ્ટમાં એન્ડી ગ્રીને તેને 284.8 કિલોમીટર દર કલાકની ઝડપે પહોંચાડી હતી.

 

પછી પેરાશુટની મદદથી તેને આરામથી રોકી હતી. કંપની જણાવે છે કે જેસીબીનું સાધારણ ખોદકામ કરતુ મશીનનું એન્જીન 74 હોર્ષ પાવર આપે છે અને તેની ટોપ સ્પીડ લગભગ 48.2 કિલોમીટર દર કલાકની હોય છે.

 

પરંતુ વાત જયારે જેસીબીની હાઈડ્રોમેકસ કારની હોય કે તેમાં બે હાઈડ્રોજન ડિગર એન્જીન હોય છે. જે મળીને 1600 હોર્સ પાવર બનાવે છે. આટલી તાકાતની સામે બુગાટી ચિરોન કાર જેવી સુપર કાર પણ નબળી લાગે છે.

 

સ્પીડ કીંગથી જાણીતા 64 વર્ષિય એન્ડી ગ્રીન 6 સપ્તાહ બાદ આ કાર અમેરિકાનાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ચલાવશે. જેનું યુ ટયુબ પર લાઈવ પ્રસારણ પણ કરાશે. જેસીબીનાં ચેરમેન એન્થની બેનફોર્ડે જણાવ્યું હતું કે આ પ્રોજેકટ માત્ર સ્પિડ હાંસલ કરવાનો નહિં બલકે હાઈડ્રોજન કંબદાન ટેકનોલોજીની ક્ષમતાને સાબિત કરવાનો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *